ભારતીયોને પ્રવાસમાં પણ ફોન વગર ચાલતું નથી

મોબાઈલ બિહેવીયર ઈન્ડેક્સ નામનો વૈશ્વિક અભ્યાસ કહે છે કે ભારતીયો ગમે તેવા પ્રવાસમાં હોય તો પણ દિવસમાં ઓછામાં ઓછું એક વખત પોતાનો ફોન ચેક કરીને તેમના તમામ એકાઉન્ટ્સ જોઈ લેવાનું ચુકતા નથી. વિવિધ દેશો અને ખંડોમાં ફેલાયેલા અા અભ્યાસમાં ભારત પછીના બીજા ક્રમે ૭૪ ટકા સાથે થાઈલેન્ડ વાસીઓ અને ૬૫ ટકા સાથે મેક્સિકનો અાવે છે. અા અભ્યાસ ૧૯ દેશની ૧૮ વર્ષથી મોટી વયની ૧૦ હજાર વ્યક્તિઓ પર કરવામાં અાવ્યો. અા સર્વેમાં એમ પણ જણાવાયું કે ભારતીઓ રજાઓ માણવા માટે બહાર જાય ત્યારે પણ હોટલ રેસ્ટોરાંમાં ફ્રી વાઈફાઈ માગે છે.

You might also like