રોહિતે આપી સલાહ, વિદેશ પ્રવાસ દરમિયાન એક જ ફોર્મેટમાં રમે ટીમ

ડર્બનઃ
વન ડે ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માએ એક જ પ્રવાસ દરમિયાન ત્રણેય ફોર્મેટમાં રમવાના કારણે ખેલાડીઓના શરીર પર પડતી અસર વિશે કહ્યું હતું કે જો ભવિષ્યના પ્રવાસમાં એક જ ફોર્મેટનું ક્રિકેટ રમાય તો સારું રહેશે. ભારતીય ટીમ બે મહિના માટે ભારતીય ટીમ હાલ દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર છે, જ્યાં ટેસ્ટ શ્રેણી પૂરી થઈ ગયા બાદ હવે આવતી કાલથી વન ડે શ્રેણી શરૂ થવાની છે અને પછી ટી-૨૦ શ્રેણી રમાશે.

રોહિતે કહ્યું, ”આ વિશે ચર્ચાઓ થઈ હતી કે એક ફોર્મેટમાં રમ્યા બાદ અમે ઘરે જઈએ. ભારત માટે આવું ક્યારેય નથી થયું. અમે જ્યારે પણ પ્રવાસે ગયા છીએ ત્યારે અમે તમામ શ્રેણી એક જ પ્રવાસ દરમિયાન રમી છે. અનાથી શરીર પર ઘણી અસર પડે છે.”

You might also like