જોરદાર વિરોધ બાદ નાઇકીએ ફટાફટ બદલી ટીમ ઇન્ડિયાની જર્સી

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના ખેલાડી શ્રીલંકાના પ્રવાસ દરમિયાન આજે બીજી વન ડેમાં નવી જર્સી પહેરીને ઊતરશે. સ્પોર્ટ્સ પ્રોડક્ટ્સ તૈયાર કરતી કંપની નાઇકીએ ખેલાડીઓને નવી જર્સી ઉપલબ્ધ કરાવી દીધી છે. અસલમાં વિરાટ બ્રિગેડે જૂની જર્સીમાં ખામીઓની ફરિયાદ કરી હતી, જેના કારણે કંપનીના અધિકારીઓ તરત જ સક્રિય બની ગયા હતા.
કંપનીને બીસીસીઆઇ સાથેનો કરાર ગુમાવવાનો ડર હતો.

આ ડીલ બચાવવા માટે કંપનીએ પોતાના એક અધિકારને શ્રીલંકા મોકલ્યા અને ટીમ ઇન્ડિયાને નવી જર્સી ઉપલબ્ધ કરાવી દીધી. બીસીસીઆઇના સીઈઓ રાહુલ જોહરી અને જીએમ (રમત વિકાસ) રત્નાકર શેટ્ટીએ આ મામલાને સુપ્રીમ કોર્ટ દ્વારા નિયુક્ત વહીવટી સમિતિ (સીઓએ) સામે રજૂ કર્યો હતો. કંપનીએ ગત મંગળવારે ખેલાડીઓના પ્રતિભાવ જાણ્યા બાદ તરત જ આ મામલો હાથમાં લીધો હતો. ટીમ ઇન્ડિયા આજે પલ્લેકેલમાં શ્રેણીની બીજી વન ડે રમી રહી છે. એવું જણાવવામાં આવી રહ્યું છે કે ટીમ ઇન્ડિયાની આ નવી જર્સી દેખાવમાં તો પહેલાં જેવી જ છે,પરંતુ હવે આ નવી જર્સીમાં વધુ સારા કાપડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

You might also like