ભારતીય ‘સબમરીન હન્ટર’ ચીની સબમરીનનો સામનો કરશે

પોર્ટ બ્લૅર : ભારતે હિન્દ મહાસાગર વિસ્તારમાં ચીનની પરમાણુ સબમરિન્સ સામે બાથ ભીડવા માટે આંદામાન-નિકોબાર ટાપુ પર બનેલા મિલિટ્રી બેઝ પર પોતાનાં અદ્યતન સમુદ્રી પેટ્રોલિંગ ઍરક્રાફટ અને જાસૂસી ડ્રોન તહેનાત કરી દીધાં છે. છેલ્લાં કેટલાક સમયથી આ વિસ્તારમાં ચીનની સક્રિયતા વધી ગઈ હતી. આ ઍરક્રાફટ બેધારી તલવારની જેમ છે કે જે એન્ટિસબમરિન અને એન્ટિસરફેસ વારફૅરને અંજામ આપવામાં સક્ષમ છે એટલે કે દુશ્મનની સબમરિનને જોતા જ ખાત્મો બોલાવી દે.

એક અખબારી અહેવાલમાં સંરક્ષણ મંત્રાલયનાં સૂત્રોનાં હવાલાથી જણાવાયું છે કે ભારતે બે અઠવાડિયા પહેલા આંદામાન નિકોબારમાં પોતાના સૌથી શકિતશાળી ઍરક્રાફટ પોઝીડોન-૮૧ને તહેનાત કર્યું છે. આંદામાન નિકોબાર દ્વિપ સમૂહ વ્યૂહાત્મક રીતે મહત્વનો છે. નેવી અને ઍરફોર્સનાં ઇઝરાયલી હવાઈ સર્ચર- વ્હિકલ્સ પણ હંગામી ધોરણે અહીં તહેનાત છે. ચીને આંદામાન નિકોબાર વિસ્તારમાં જે પોતાની સક્રિયતા વધારી છે, તેને પહોંચી વળવા ભારતે પોઝીડોન-૮૧ ઍરક્રાફટ પર મોટો ભરોસો મૂકયો છે અને તેની પાછળના ઘણા કારણો છે.

આ ઍરક્રાફટની ખાસિયતોમાં જોઇએ, તો તેની ઑપરેટિંગ રેંજ ૧,૨૦૦ નૉટિકલ માઇલ છે અને તેની મહત્ત્।મ ઝડપ કલાક દીઠ ૯૦૭ કિલોમીટર છે. તે રડારથી સજ્જ છે કે જેથી ગુપ્તચર અને દરેક પ્રકારનાં જાસૂસી જોખમોને પહોંચી વળવામાં પણ સક્ષમ છે. તે ખતરનાક હારપૂન બ્લૉક મિસાઇલો, સ્દ્ભ-૫૪ લાઇટવેટ વિધ્વંસક, રૉકેટ તથા બારૃદથી સજ્જ છે. ઁ-૮૧ જરૃરિયાત તેમજ પરિસ્થિતિને સમજી દુશ્મનની સબમરિન્સ તથા યુદ્ઘ વહાણોને બિનઅસરકારક કરી શકે છે.

ભારત પાસે આવા ૮ ઍરક્રાફટ છે કે જે તાજેતરમાં જ નેવિમાં સામેલ કરાયા છે. આ ઍરક્રાફટ ભારતે અમેરિકન કંપની બોઇંગ પાસેથી ૨.૧ મિલિયન ડૉલરમાં ખરીદ્યા હતાં. ચાર બીજા આવા ઍરક્રાફટને નેવિમાં સામેલ કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. ઁ-૮૧ વડે પોર્ટ બ્લૅર ખાતેથી સમગ્ર વિસ્તાર પર નજર રાખી શકાય છે.

હાલમાં આંદામાન નિકોબાર કમાન્ડ માત્ર એક પગપાળા સૈન્ય બ્રિગેડનાં ૩૦૦૦ સૈનિકો, ૨૦ નાના યુદ્ઘ વહાણો, પેટ્રોલિંગ વહાણો તથા કેટલાક એમઆઈ-૯ હેલિકૉપ્ટરો સાથે ડોર્નિયર-૨૮૮પેટ્રોલિંગ વિમાન સુધી જ મર્યાદિત છે

You might also like