ખલી શોઃ મહાબલિ પહેલવાનોની આજથી ટક્કર

હલ્દ્વાનીઃ રેસલર ધ ગ્રેટ ખલી ઉર્ફે દિલીપ રાણાનો કોન્ટિનેન્ટલ રેસલિંગ એન્ટરટેઇન્મેન્ટ શો આજથી શરૂ થશે. ગોલાપાર સ્થિર ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં મહાબલિઓનો મહામુકાબલો થશે. અત્યાર સુધી ટીવી પર રેસલિંગ શો જોતા લોકો સામે આ બધું પ્રત્યક્ષ અને પહેલી વાર હશે.

સીડબલ્યુઈ શોમાં ૧૩ વિદેશી પહેલવાન સામેલ થશે, આમાં ચાર મહિલા પહેલવાનો પોતાનો દમ દેખાડશે. ભારતીય મૂળના કેનેડાના યુવરાજસિંહ (જિંદર મહલ) પણ રિંગમાં ઊતરશે. ભારતીય પહેલવાનોમાં મહાબલિ ખલી, મહિલા પહેલવાન બુલબુલ અને ખલીની એકેડેમીના ૩૦ પહેલવાન પણ ઊતરશે. ૧૮ હજાર દર્શકોની ક્ષમતાવાળા સ્ટેડિયમની સામાન્ય વર્ગની ૧૦,૦૦૦ અને વીવીઆઇપી વર્ગની ત્રણ હજાર ટિકિટ વેચાઈ ચૂકી છે.

You might also like