પોલેન્ડમાં ભારતીય વિદ્યાર્થી પર હુમલોઃ સુષમાઅે રિપોર્ટ માગ્યો

નવી દિલ્હી: પોલેન્ડમાં એક ભારતીય વિદ્યાર્થી પર હુમલો થયાની ઘટના સામે અાવી છે. પહેલા અા વિદ્યાર્થીઅોના મૃત્યુનો દાવો કરાયો હતો પરંતુ અા વિદ્યાર્થી જીવિત છે. અા વાત વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે જણાવી છે. એટલું જ નહીં સુષમા સ્વરાજે પોલેન્ડમાં ઇન્ડિયન એમ્બેસેડર અજય બીસારિયા પાસે રિપોર્ટ માગ્યો છે અને અે વાતનો વિશ્વાસ અપાવ્યો છે કે અા ઘટનાનાં તમામ પાસાંઅોની તપાસ કરાશે.

જર્મનીમાં રહેતા અમિત અગ્નિહોત્રી નામના એક વ્યક્તિઅે સુષમાને જણાવ્યું કે પોલીસ મીડિયામાં એક ભારતીય વિદ્યાર્થી પર ક્રૂરતાથી હુમલો કરાતાં તેના મોતના સમાચાર ચાલી રહ્યા છે. અમિત જર્મનીમાં અાઈટી એક્સપર્ટ છે. ત્યારબાદ સુષમાઅે પોલેન્ડમાં ભારતના એમ્બેસેડર બીસારિયા સાથે વાત કરી.

વિદ્યાર્થી પર હુમલો પોજનાન સિટીમાં થયો હતો. સુષમાઅે ટ્વિટમાં લખ્યું કે પોલેન્ડમાં વિદ્યાર્થી પર હુમલાની ઘટના સામે અાવી છે. સદ્નસીબે તેનો જીવ બચી ગયો છે. અમે ઘટનાનાં તમામ પાસાંઅોની તપાસ કરી રહ્યા છીઅે. અા પહેલા બીસારિયાઅે પણ ટ્વિટ કર્યું હતું કે શરૂઅાતની તપાસ મુજબ િવદ્યાર્થી પર બુધવારે પોજનાન શહેરની ટ્રામમાં હુમલો થયો હતો. ભગવાનનો ખૂબ અાભાર કે તે છોકરાનો જીવ બચી ગયો છે. હાલમાં અમે વિગતો મેળવી રહ્યા છીઅે.

પોજનાન સિટીમાં એક અજાણી વ્યક્તિઅે ટ્રામમાં ભારતીય વિદ્યાર્થી પર હુમલો કર્યો. ત્યારબાદ પીડિતે પોતાના એક મિત્રને ફોન કર્યો અને ત્યાંના લોકોની મદદથી તેને હોસ્પિટલ લઈ જવાયો. વિદ્યાર્થીના નામનો હજુ ખુલાસો થયો નથી.
http://sambhaavnews.com/

You might also like