સેન્સેક્સમાં ૪૭૫ પોઈન્ટનો ઉછાળો

અમદાવાદ: વિદેશી શેરબજારના સપોર્ટે તથા નીચા મથાળે સ્થાનિક બજારમાં ખરીદી જોવાતાં આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સમાં ૪૭૫ પોઇન્ટનો ઉછાળો નોંધાઈ ૨૩,૪૬૧, જ્યારે એનએસઇ નિફ્ટીમાં ૧૪૧ પોઇન્ટનો સુધારો આવતાં નિફ્ટી ૧૫૪ પોઇન્ટના ઉછાળે ૭,૧૩૫ની સપાટીએ ખૂલી હતી.

આજે શરૂઆતે વેદાન્તા, ટાટા સ્ટીલ, પંજાબ નેશનલ બેન્ક, એક્સિસ બેન્ક, હિન્દાલ્કો, એસબીઆઇના શેર્સમાં ત્રણથી સાત ટકા સુધીનો ઉછાળો નોંધાયો હતો તો બીજી બાજુ ભારતી એરટેલ, ભેલ કંપનીના શેર્સમાં એક ટકાનો ઘટાડો નોંધાયો હતો. મેટલ, રિયલ્ટી ઓટો, બેન્કિંગ, એફએમસીજી અને પાવર સેક્ટરના શેર્સમાં ઘટાડે જોરદાર લેવાલી જોવાઇ હતી. બેન્ક નિફ્ટીમાં પણ ૧.૫ ટકાનો સુધારો નોંધાયો હતો.

રૂપિયાે સાધારણ મજબૂત ૬૮.૧૯ની સપાટીએ ખૂલ્યો
આજે ડોલર સામે રૂપિયો સાધારણ મજબૂત ૬૮.૧૯ની સપાટીએ ખૂલ્યાે હતો. ઉલ્લેખનીય છે કે પાછલા સપ્તાહે છેલ્લે રૂપિયો ૬૮.૨૩ની સપાટીએ બંધ થયો હતો.

બેન્કના શેર ઊછળ્યા
બેન્ક ઓફ બરોડા      ૧૧.૪૧ ટકા
એસબીઆઈ             ૨.૪૫ ટકા
પીએનબી                ૨.૭૭ ટકા
ફેડરલ બેન્ક             ૨.૪૪ ટકા
એક્સિસ બેન્ક          ૩.૫૬ ટકા
યસ બેન્ક                ૧.૮૬ ટકા

You might also like