વિજેન્દ્ર-હોપ મુકાબલાની બધી ટિકિટ વેચાઈ ગઈ

નવી દિલ્હી: ભારતના સ્ટાર બોક્સર વિજેન્દ્રસિંહ અને ઓસ્ટ્રેલિયાના કેરી હોપ વચ્ચે યોજાનારા WBO મુકાબલાના પહેલા તબક્કાની બધી જ ટિકિટ વેચાઈ ગઇ છે. આ મુકાબલાના પ્રમોટર આઇઓએસ બોક્સિંગ પ્રમશને કહ્યું કે ૧૬ જુલાઈએ િદલ્હીના ત્યાગરાજ સ્ટેડિયમમાં થનારા WBO એશિયા પેસિફિક સુપર મિડલવેઇટ ખિતાબના પહેલા તબક્કાની બધી જ ટિકિટો વેચાઈ ચૂકી છે.

આ ચેમ્પિયનશિપ દરમિયાન કુલ સાત મુકાબલા યોજાવાના છે, જેમાં વિજેન્દ્રનો મુકાબલો મુખ્ય હશે, જ્યારે અન્ય વિદેશી બોક્સર યુવા અને અનુભવી ભારતીય બોક્સર્સ સાથે ટકરાતા જોવા મળશે.

પહેલા તબક્કામાં સ્ટેડિયમની ક્ષમતાની ૩૦ ટકા ટિકિટ વેચાણ માટે મૂકવામાં આવી હતી, જે ફક્ત ૧૨ દિવસમાં જ વેચાઈ ગઈ. ચેમ્પિયનશિપની સત્તાવાર ટિકિટ ભાગીદાર ‘બુક માય શો’એ પ્રશંસકો માટે પોતાની વેબસાઇટ પર ટિકિટ ઉપલબ્ધ કરાવી હતી. બીજા તબક્કાની ટિકિટના વેચાણ અંગે વિજેન્દ્રએ કહ્યું, ”મારા ચાહકોનો આ પ્રેમ અને સહયોગ માટે આભાર. હું સાચે જ ઉત્સાહિત છું અને મારા દેશના દર્શકોની સામે પહેલા ખિતાબી મુકાબલા માટે રિંગમાં ઊતરવા ઉત્સુક છું.

You might also like