વિન્ડીઝ સામેની ટી20 શ્રેણીની ટીમની જાહેરાત : દિગ્ગજો રહ્યા બહાર

મુંબઇ : વેસ્ટ ઇન્ડિઝ સામે ઓગષ્ટમાં રમાનાર બે ટી-20 શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ટીમમાંથી યુવરાજ સિંહ અને હાર્દિક પંડ્યાની બાદબાકી કરવામાં આવી છે. ઉપરાંત સુરેશ રૈના, હરભજન સિંહ, અને પવન નેગીની પણ હકાલપટ્ટી કરવામં આવી છે. ઉલ્લેખનીય છે કે, હાર્દિક પટેલ અને યુવરાજ સહિતનાં ખેલાડીઓ ટી 20 વર્લ્ડ કપની ટીમનો પણ હિસ્સો હતા.

27 અને 28 ઓગષ્ટે ફ્લોરિડામાં બે ટી20 મેચોનું આયોજન થનાર છે. જો કે આ ટીમમાંથી ભેદી રીતે ટી20 ફોર્મેટનાં માસ્ટર કહેવાતા કેટલાક ખેલાડીઓની બાદબાકી થવાનાં કારણે ઘણી અટકળોવહેતી થઇ છે તો બીજી તરફ આ ખેલાડીઓને આરામ આપવા માટે આ પ્રકારનોનિર્ણય લેવાયો હોવાનું પણ ચાહકો માની રહ્યા છે.

ભારતીય ટીમ
મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, આંજિક્ય રહાણે, લોકેશ રાહુ, રવિન્દ્ર જાડેજા, આર. અશ્વિન, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ શામી, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ, અમિત મિશ્રા, સ્ટુઅર્ટ બિન્ની.

વેસ્ટઇન્ડિઝની ટીમ
કાર્લોસ બ્રેથવેટ (કેપ્ટન), ક્રિસ ગેઇલ, ડ્વેન બ્રાવો, લેવીસ, જેસન હોલ્ડર,જોનસન ચાર્લ્સ, કિરોન પોલાર્ડ, લેન્ડિ સિમન્સ, માર્લોન સેમ્યુઅલ્સ, સેમ્યુઅલ્દ બદ્રી, સુનીલ નારાયણ

You might also like