ભારતીય શૂટર્સે ISSF જુનિયર વિશ્વકપમાં ત્રણ ગોલ્ડ મેડલ જીત્યા

ગબાલા (અજરબૈજાન): ભારતીય શૂટર્સે ગઈ કાલે અહીં પિસ્ટલ, રાઇફલ અને શોટગનના ISSF જુનિયર વિશ્વ કપના પ્રથમ દિવસે ત્રણ ગોલ્ડ સહિત સાત મેડલ પોતાના નામે નોંધાવી દીધા છે.

શુભાંકર પ્રમાણિકે વર્ષના અંતિમ જુનિયર વિશ્વ કપમાં પહેલો ગોલ્ડ મેડલ જીત્યો. બંગાળના યુવાન શૂટરને ૬૧૩.૮ના સ્કોરથી ૫૦ મીટર રાઇફલ પ્રો-સ્પર્ધાના ફાઇનલમાં ક્વોલિફાય કરી લીધું છે. ફાઇનલમાં તેણે ૨૦ શોટમાં ૨૦૫.૫ પોઇન્ટ સાથે ગોલ્ડ મેડલ જીત્યો. ચેક ગણરાજ્યનાે ફિલિપ નેપેચલ (૨૦૫.૨) બીજા સ્થાન પર રહ્યો, જ્યારે રોમાનિયાનો ટ્રેગોમીર ઓરદાચે (૧૮૫.૧)એ ત્રીજું સ્થાન હાંસલ કર્યું. શુભાંકરે ફતેહસિંહ ઢિલ્લો અને અજય નીતીશ સાથે મળીને ભારતને ટીમ સ્પર્ધામાં પણ સિલ્વર મેડલ અપાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવી હતી.

શંભાજી પાટીલે ભારત માટે બીજો ગોલ્ડ મેડલ જીત્યો. તેણે જુનિયર પુરુષ ૨૫ મીટર સ્ટાન્ડર્ડ પિસ્ટલ સ્પર્ધામાં ૫૬૨ પોઇન્ટ મેળવીને આસાનીથી ઓસ્ટ્રેલિયાના સરગેઈ ઇવગ્લેવસ્કી અને જેમ્સ એશમોરને પાછળ છોડી દીધા હતા. શંભાજીને ભારતના ગુરમીત અને રિતુરાજસિંહ સાથે મળીને ટીમ સ્પર્ધાનો ગોલ્ડ મેડલ પણ જીત્યો અને ભારતને પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને પહોંચાડી દીધું હતું. આ ઉપરાંત ભારતીય શૂટર્સે જુનિયર પુરુષ રાઇફલ પ્રોનમાં સિલ્વર અને બે બ્રોન્ઝ પણ હાંસલ કર્યા.

જર્મનીના સુહલમાં વર્ષના પહેલા જુનિયર િવશ્વ કપમાં ભારતીય શૂટર્સે ત્રણ ગોલ્ડ, ચાર સિલ્વર અને ત્રણ બ્રોન્ઝ જીતીને ઓવરઓર પોઇન્ટ ટેબલમાં ચોથું સ્થાન હાંસલ કર્યું હતું.

You might also like