બ્રિટનઃBrexit બાદ ભારતીય મૂળની પત્રકાર પર અભદ્ર ટીપ્પણી

લંડનઃ Brexit પોલ પર માહિતી આપનારી ભારતીય મૂળની પત્રકારને દક્ષિણ ઇગ્લેન્ડમાં તેના ગૃહનગરના રસ્તા પર અભદ્ર ટીપ્પણીનો સામનો કરવો પડ્યો. મળતી માહિતી મુજબ ભારતીય મૂળની પત્રકાર સીમા કોટેચા જ્યારે 23 જૂનના રોજ રેફરેન્ડમ પર રિપોર્ટિંગ કરી રહી હતી ત્યારે તેમની પર અભદ્ર ટિપ્પણી કરવામાં આવી હતી.

દક્ષિણ ઇગલેન્ડના બેસિંગસ્ટોક વિસ્તારમાં તેમને કોઇએ પાકી કહ્યું હતું. આ શબ્દ દક્ષિણ એશિયાઇ મૂળના પ્રવાસીઓ માટે વાપરવામાં આવતો અભદ્ર શબ્દ છે. મહિલા પત્રકારે એક ટવિટર પર આ વાતની માહિતી આપતા જણાવ્યું હતું કે મને મારા ગૃહનગરમાં પાકી કહેવામાં આવ્યું. આ શબ્દ મેં 80ના દશક પછી સાંભળ્યો છે.

Brexit એટલેકે બ્રિટનની યુરોપિયન યૂનિયનમાંથી એક્ઝિટ થઇ ગયું છે. ત્યારે હાલમાં જ આવેલા ઐતિહાસિક રેફરેન્ડમથી લોકોએ યુરોપિયન સંધમાંથી બહાર જવાના પક્ષમાં વોટિંગ કર્યું હતું. યુરોપિયન યુનિયનમાંથી બ્રિટન બહાર થઇ ગયા પછી જાણે કે અહીંના લોકોને સ્વતંત્રતા મળી ગઇ હોય તેવો માહોલ સર્જાયો છે. લોકો મોલમાં રસ્તાઓ પર અભદ્ર ટિપ્પણીઓ અને અયોગ્ય વ્યવહારો અન્ય દેશના લોકો  કે જેઓ વર્ષોથી ભારતમાં રહે છે તેમની સાથે  કરી રહ્યાં છે. જેને પગલે વર્ષોથી બ્રિટનમાં રહેતા લોકો બહાર જતા પણ ડરી રહ્યાં છે.

You might also like