રિયલ્ટી સેક્ટરમાં એક વર્ષમાં સુધારો

મુંબઇ: રિયલ્ટી સેક્ટરમાં પાછલા એક વર્ષમાં સુધારાના સંકેતો મળી રહ્યા છે. દેશનાં મોટાં શહેરોમાં હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ ૧૩.૭૩ ટકા વધ્યો છે. ચાલુ વર્ષે જુલાઇથી સપ્ટેમ્બર મહિનાના સમયગાળા દરમિયાન દેશનાં મુખ્ય દશ શહેરોનાે અેવરેજ હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સ ૧૩.૭૩ ટકા વધીને ૨૧૯.૫ પર પહોંચી ગયો છે. જુલાઇથી સપ્ટેમ્બર-૨૦૧૪ના સમયગાળા દરમિયાન ૧૯૩ રહ્યો હતો. દેશમાં કેરળ રાજ્યમાં કોચી એકમાત્ર એવું શહેર છે કે જ્યાં હાઉસિંગ પ્રાઇસ ઇન્ડેક્સમાં ઘટાડો નોંધાયો છે. ૭.૧૭ ટકા ઘટીને ૧૭૧ પર પહોંચી ગયો છે.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક સમયગાળાની સરખામણીએ બીજા ત્રિમાસિક સમયગાળામાં મકાનોની કિંમતમાં સર્વાધિક ૫.૫૧ ટકાનો વધારો કાનપુરમાં નોંધાયો છે. સૌથી વધુ દિલ્હીમાં મકાનોની કિંમતમાં ૨૧.૯ ટકાનો વધારો નોંધાયો છે, જ્યારે અમદાવાદમાં ૭.૪૨ ટકાનો વધારો નોંધાયો છે. એ જ પ્રમાણે કાનપુરમાં મકાનોના ભાવમાં ૮.૪૫ ટકા, મુંબઇમાં ૧૦.૨૭ ટકાનો વધારો નોંધાયો છે.

You might also like