ટેલ્ગો ટ્રેનનું મથુરા-પલવલ વચ્ચે ટ્રાયલ, દિલ્હી-મુંબઇ વચ્ચે પણ દોડાવાશે

નવી દિલ્હીઃ સ્પેનની ટ્રેન ટેલ્ગોને મથુરા અને પલવલ વચ્ચે 180 કિલોમીટરની ઝડપે દોડાવવાનો ટ્રાયલ હાથ ધરવામાં આવશે. આ ટ્રાયલ એક મહિના સુધી કરવામાં આવશે. ત્યાર બાદ ટેલ્ગોની ટ્રેન મુંબઇ અને દિલ્હી વચ્ચે ચલાવવામાં આવશે. રેલવે મંત્રાલય દ્વારા બરેલી અને મુરાદાબાદની વચ્ચે ગત મહિને થયેલા ટેલ્ગો ટ્રાયલના પરિણામથી સંતુષ્ટ છે. ત્યારે મથુરા અને પલનલની વચ્ચે ટેલ્ગો ટ્રેનને ઝડપી ગતીએ દોડાવવામાં આવશે.

મથુરા અને પલવલની વચ્ચે 180 કિલોમીટર પ્રતિ કલાકે ટ્રેનને દોડાવવું ભારતીય રેલવે માટે સ્પિડનો એક નવો રેકોર્ડ બનશે. દેશમાં અત્યાર સુધી સૌથી ઝડપી ચાલી રહેલી ટ્રેનમાં ગતીમાન એક્સપ્રેસ છે જે 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે.

બરેલીથી મુરાદાબાદની વચ્ચે વિદેશી ડબ્બાથી બનેલી ટ્રેન ભારતીય એન્જીનની તાકતથી 115 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે 29 મેથી 11 જૂન સુધી ચલાવવામાં આવી હતી. તેમાથી પ્રાપ્ત થયેલી તમામ માહિતીનું આરડીએસઓ દ્વારા વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આરડીએસઓ એન્જિનીયર્સ ટેલ્ગોની ટ્રેન ભારતીય ટ્રેક પર 115 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડે છે.

સ્પેનની કંપની ટેલ્ગોએ ભારતમાં ટ્રાયલ રન માટે 9 ડબ્બાને બાર્સિલોનાથી મુંબઇ ગત એપ્રિલમાં પહોંચાડ્યા હતા. ટેલ્ગોના રેલવે ડબ્બા જહાજ મારફતે આવ્યા હતા. કસ્ટમ ક્લિયરન્સ બાદ ટેલ્ગો કંપનીના ડબ્બા યૂપીના બરેલી જંક્શન પાસે ઇજ્જતનગરના વર્કશોપમાં મોકલવામાં આવ્યા હતા. જ્યાં ટેલ્ગો કંપનીના એન્જિનિયર્સે ડબ્બામાં ઉપકરણ લગાવ્યા હતા. ત્યાર બાદ બરેલી મુરાદાબાદની વચ્ચે ટેલ્ગોની સેમી હાઇસ્પીડનું ટ્રાયલ શરૂ કરવામાં આવ્યું હતું.

હાઇસ્પીડ ટ્રેન બનાવવામાં ટેલ્ગોની માસ્ટરી છે. તેઓ 160-250 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપવાળી ટ્રેન સાથે 360 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ વાળી હાઇસ્પિડ ટ્રેન બનાવી ચૂક્યા છે. વળાંક વાળા વિસ્તારોમાં પણ ટ્રેનની ગતી ઝડપી જ હોય છે. રેલવે બોર્ડ દ્વારા આ ટ્રાયલ સફળ થયા પછી મુંબઇ અને દિલ્હી વચ્ચે પણ ટેલ્ગો દેડાવામાં આવશે.

You might also like