રેલવે ટ્રેક નાંખવા માટે રેલવે 80 હજાર કરોડનું કરશે રોકાણ

રેલવે વિભાગે દ્વારા રેલવેના નવા ટ્રેક નાંખવાના કામને ઝડપી બનાવવામાં આવશે અને રોજના 19 કિલોમીટરમાં નવા ટ્રેક નાંખવાનો નિર્ણય કર્યો છે. જેના કારણે આવનાર ત્રણ વર્ષમાં સીમેન્ટ, સ્ટીલ તેમજ કેબલ સહિતની સામગ્રીની ખરીદી માટે 80 હજાર કરોડ રૂપિયાનો બિઝનેસ ઉભો થવાની આશા છે. રેલવે ટ્રેક નાંખવાની ગતિ હાલમાં રોજ 7.8 કિલોમીટરની છે. રેલવે ટ્રેક પાથરવાના કામમાં નજર રાખવા રેલવે ડ્રોનનો ઉપયોગ કરશે.

રેલવે બોર્ડના અધિકારીના કહેવા અનુસારા હાલમાં 7.8 કિલોમીટર દિવસનો રેલવે ટ્રેક નાંખવામાં આવે છે જે આવતા વર્ષે વધીને 13 કિલોમીટર પ્રતિદિને પહોંચી જશે. અમારો લક્ષ્ય 2018-19 સુધીમાં પ્રતિદિન 19 કિલોમીટર રેલવે ટ્રેક નાંખવાનો છે. રેલવે વિભાગે રેલવે નેટવર્કના વ્યાપને વધારવાનો નિર્ણય કર્યો છે. રેલવેએ 2014-15માં 1983 કિલોમીટર લાંબો રેલવે ટ્રેક નાંખ્યો હતો જેને આગલા વર્ષે વધારીને 2,828 કિલોમીટર કરી દીધો છે.

You might also like