વડોદરા રેલ્વે સ્ટેશન પર લગાવાયું બોટલ ક્રશ કરવાનું મશીન, મળશે 5 રૂ. કેશબેક

વડોદરાઃ હાલ ગુજરાતમાં પ્લાસ્ટિક વેસ્ટને લઈને સતત અભિયાન ચાલી રહ્યું છે ત્યારે વડોદરા રેલ્વે સ્ટેશન પર પ્લાસ્ટિક વેસ્ટને લઈને સરાહનીય કામગીરી જોવા મળી રહી છે. અહીં રેલ્વે સ્ટેશન પર યાત્રિકો દ્વારા ફેંકી દેવાતી પાણીની બોટલનાં નિકાલની વ્યવસ્થા કરવામાં આવી છે. સ્ટેશન પર પ્લાસ્ટિક બોટલને ક્રશ કરવાનું એક મશીન મૂકવામાં આવ્યું છે.

આ મશીનમાં પાણીની બોટલ નાખી દેવાંથી આ બોટલનો હવે નિકાલ કરાશે. મહત્વની વાત એ છે કે યાત્રિકો જો આ મશીનમાં પાણીની બોટલ નાખશે તો તેઓને પાંચ રૂપિયા પણ મળશે. જેનાં માટે યાત્રિકોએ મશીનમાં પોતાનો મોબાઈલ નંબર નાખવાનો રહેશે. બાદમાં Paytm દ્વારા જે તે Paytm ખાતા ધારકનાં ખાતામાં રૂ.5નું કેશબેક મળશે.

ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં 5 જૂનનાં રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે મહત્વનું છે કે પ્લાસ્ટિકનાં કારણે થતું પ્રદૂષણ એ સમગ્ર દેશ માટે ખતરારૂપ બની ગયું છે. ત્યારે વિશ્વ પર્યાવરણ દિવસે PM નરેન્દ્ર મોદીએ પ્લાસ્ટિક વિરોધી ઝુંબેશ શરૂ કરી હતી.

જેને લઇને મહત્વનું છે કે હવે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર એક પછી એક શહેરોમાં હવે સતત પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ત્યારે તાજેતરમાં જ વડોદરા, અમદાવાદ અને રાજકોટ તેમજ જામનગર જેવાં દરેક શહેરોમાં પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

You might also like