આ દુર્ગા પૂજા અને દિવાળીએ રેલ્વે મુસાફરોને અપાઇ મોટી ગિફ્ટ

તહેવારોનાં મોકા પર યાત્રિઓની ભીડને ધ્યાનમાં રાખતા ભારતીય રેલ્વેએ પનવેલ અને હજૂર સાહેબ નાંદેડની વચ્ચે 48 48 સાપ્તાહિક વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. આ ટ્રેન દુર્ગા પુજા, દિવાળી અને ઠંડીની સિઝનમાં જ ચલાવવામાં આવશે.

ભારતીય રેલ્વેએ એક નિવેદન રજૂ કર્યું છે કે હજૂર સાહેબ નાંદેડથી સ્પેશિયલ ટ્રેન દર શનિવારનાં સાંજે 5:30 કલાકે પનવેલે ચલાવવામાં આવશે. આ સાપ્તાહિક ટ્રેન 1 સપ્ટેમ્બર 2018થી 23 ફેબ્રુઆરી 2019 સુધી ચાલશે. આ ટ્રેનનો પનવેલ સુધી પહોંચવાનો સમય આગામી દિવસનાં સવારનાં 9 કલાકનો હશે.

પનવેલથી હજૂર સાહેબ નાંદેડ સ્પેશિયલ ટ્રેન 2 સપ્ટેમ્બર 2018થી 24 ફેબ્રુઆરી 2019 સુધી ચાલશે. આ સ્પેશિયલ ટ્રેન દર રવિવારનાં સવારનાં 10 કલાકે પનવેલથી ચાલશે અને આનો હજૂર સાહેબ નાંદેડ સુધી પહોંચવાનો સમય આગામી દિવસનાં સવારનો 5 કલાકનો હશે. રેલ્વેનાં નિવેદનમાં કહેવામાં આવ્યું કે, આ સ્પેશિયલ ટ્રેનમાં આવી પ્રથમ, દ્રિતીય અને તૃતીય શ્રેણી સહિત 10 સ્લીપર અને 8 જનરલ ક્લાસનાં ડબ્બાઓ હશે.

You might also like