રેલ્વેની ટિકિટ બુકિંગના નિયમોમાં થયા ફેરફાર, જરૂરથી જાણી લો

ભારતીય રેલવેના ઑનલાઇન પોર્ટલ IRCTC દ્વારા લાખો ટિકિટ બુક કરવામાં આવે છે. તેને લઇને યાત્રીઓએ મુશ્કેલીનો સામનો પણ કરવો પડતો હોય છે. રેલવેએ આ બાબતને ધ્યાનમાં રાખીને કેટલાંક નિયમોમાં ફેરફાર કર્યા છે. એક યુઝર આઇડીની મદદથી મહિનામાં 6 ટિકિટ બુક કરી શકાશે. પરંતુ જો આધાર વેરિફાઇડ હશે તો તમે 12 ટિકિટ બુક કરાવી શકશો. જો કે 8 વાગ્યાથી 10 સુધીમાં ફક્ત 2 ટિકિટ જ બુક કરી શકાશે. જાણો આવાં બીજા કેટલાક નિયમો વિશે…

-ક્વિક બુક સર્વિસ સવારે 8થી 12 વાગ્યા વચ્ચે નહી મળે. લૉગઇન, પેસેન્જર ડિટેઇલ્સ અને પેમેન્ટ વેબ પેજમાં કેપ્ચા ભરવાનો રહેશે.

-પોતાના એકાઉન્ટ માટે જ્યારે તમે તમારી પર્સનલ ડિટેઇલ્સ ભરશો ત્યારે તમને સુરક્ષા અંગેના કેટલાક સવાલ પુછવામાં આવશે.

-સવારે 8થી 8.30 સુધી, સવારે 10થી 10.30 સુધી અને સવારે 11થી 11.30 સુધી એજન્ટ ટિકિટ બુક નહી કરાવી શકાય.

-ટિકિટ બુક કરાવવાનો સ્ટાન્ડર્ડ ટાઇમ 25 સેકેન્ડ છે. કેપ્ચા ભરવામાં ફક્ત 5 સેકેન્ડ લાગશે.

-તમે કોઇપણ રીતે પેમેન્ટ કરો પરંતુ દરેક પ્રકારના પેમેન્ટ માટે OTP ફરજિયાત રહેશે.

-3 કલાક કે તેથી વધુ સમય માટે ટ્રેન મોડી પડે તો ટિકિટ અને તત્કાલ ચાર્જની પૂરી રકમ પરત કરવામાં આવશે.

-જો ટ્રેનનો રૂટ ડાયવર્ટ કરવામાં આવે અને પેસેન્જર યાત્રા કરવા ન માંગે તો તેને પૂરી રકમ પરત કરવામાં આવશે.

You might also like