… તો હવે ટ્રેનમાં પણ આ રીતે તમારા મનપસંદ ભોજનનો માણી શકશો સ્વાદ

દેશભરમાં ચાલી રહેલી તમામ મેલ/ એક્સપ્રેસ ટ્રેનોમાં યાત્રીઓ ટૂંક સમયમાં ‘મેન્યૂ ઑન રેલ’ એપની મદદથી પોતાની પસંદગીનું ભોજન કરી શકશે. ઇન્ડિયન રેલ્વે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કૉર્પોરેશન (IRCTC)એ આ માટેની તૈયારી શરૂ કરી દીધી છે. IRCTCની તરફથી ટૂંક સમયમાં ‘મેન્યૂ ઑન રેલ’ એપ જારી કરવામાં આવશે, જેને ડાઉનલોડ કરવા પછી યાત્રીઓ પોતાનો મનપસંદ ભોજનનો ઓર્ડર આપી શકશે.

હાલમાં મુસાફરી દરમિયાન IRCTCની વેસબાઇટ, ટોલ ફ્રી નંબર 1323 અને ઇ-કેટરિંગ એપથી યાત્રીઓ ભોજન બુક કરાવી શકે છે. વાસ્તવમાં IRCTCના પાયલૉટ પ્રોજેક્ટ હેઠળ ઇ-કેટરિંગ એપનો ઉપયોગ શરૂ કર્યુ હતો, જોકે તેમના કેટલીક મુશ્કેલી આવી રહી છે. આ મુશ્કેલીઓને દૂર કરીને સારું અને ગુણવત્તાસભર ભોજન ઉપલબ્ધ કરાવવા માટે ‘મેન્યૂ ઑન રેલ’ એપની લોન્ચની તૈયારી કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, આ વ્યવસ્થામાં IRCTCની તરફથી અધિકૃત સંસ્થા જ યાત્રીઓ સુધી ભોજન પહોંચાડશે. જેમાં કુલ ચાર શ્રેણી મેલ/એક્સપ્રેસ, રાજધાની/શતાબ્દી/દુરંતો, તેજસ અને ગતિમાન એક્સપ્રેસને પણ શામેલ કરવામાં આવશે.

આ એપને iOS અને એન્ડ્રોઇડ બંને પ્લેટફોર્મ પરથી ડાઉનલોડ કરી શકાશે. જેમાં ભોજનની કિંમત અને 5% GST શામેલ હશે. રેલ મંત્રાલયની તરફથી ટ્વીટ કરીને ‘મેન્યૂ ઑન રેલ’ ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે તેની જાણકારી આપવામાં આવી છે.

You might also like