રૂ. પાંચ લાખ કરોડના ખર્ચે ભારતીય રેલવેની કાયાપલટ કરવામાં આવશે

નવી દિલ્હી: ભારતીય રેલવેના મેકઓવરની બ્લૂ પ્રિન્ટ તૈયાર કરવામાં વર્લ્ડ બેન્ક મદદ કરશે. વર્લ્ડ બેન્ક આ માટે રૂ. પાંચ લાખ કરોડનું મૂડી રોકાણ કરી રહી છે કે જેથી અંગ્રેજોના જમાનાના આ પરિવહનનું સ્ટ્રેટેજિક પ્લેટફોર્મમાં પરિવર્તન કરી શકાય. વર્લ્ડ બેન્ક દુનિયાના ચોથા નંબરના સૌથી મોટા અને ૧૬૪ વર્ષ જૂના રેલ રોડ નેટવર્ક સાથે પાર્ટનરશિપ કરીને ઈન્વેસ્ટમેન્ટ, પ્લાનિંગ, ડિજિટલાઈઝેશન અને ટેકનોલોજી ડેવલપમેન્ટમાં મદદ કરશે. આ ઉપરાંત રેલવે યુનિવર્સિટી અને રેલ ટેરિફ ઓથોરોટી સ્થાપિત કરવામાં પણ બેન્કનો સહકાર મળશે.

વર્લ્ડ બેન્ક અગાઉ ઈસ્ટર્ન ફ્રેટ કોરિડોરના ફાઈનાન્સિંગ માટે રેલવે સાથે કામ કરી ચૂકી છે. તે બે ત્રણ વર્ષ સુધી ચાલનારા આ પરિવર્તન અભિયાન માટે એડ્વાઈઝરી સર્વિસીસ અને પ્રોગ્રામ મેનેજમેન્ટ કન્સ્ટન્સી ઉપલબ્ધ કરાવશે. રેલવે પ્રધાન સુરેશ પ્રભુએ રેલવેમાં મહત્ત્વનાં પરિવર્તન અને કાયાપલટ માટે આગામી ચાર વર્ષમાં રૂ. પાંચ કરોડના રોકાણવાળી એક મહત્વાકાંક્ષી યોજના તૈયાર કરી છે. રેલવે પોતાની ક્ષમતા વધારવા માટે આ વર્ષે રૂ. ૧.૩૧ લાખ કરોડ ખર્ચ કરશે.

ભારતમાં ફ્રેટ અને પેસેન્જરના અંદાજિત ગ્રોથને લઈને વિસ્તૃત વિશ્લેષણ કર્યા બાદ આગામી ૧૦-૧૫ વર્ષ માટે ઈન્ફ્રાસ્ટ્રકચરલ પ્લાન્ટ તૈયાર કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના ડિજિટલ ઈન્ડિયા પ્રોગ્રામની પેટર્ન પર રેલવે ડિજિટલ એન્ટરપ્રાઈઝ રજૂ કરવા ઈચ્છે છે જેને માટે બેન્ક તેનાં તમામ આઈટી એપ્લિકેશન્સ અને ડેટા બેઝ મેનેજમેન્ટના ઈન્ટિગ્રેશનમાં મદદ કરશે.
http://sambhaavnews.com/

You might also like