રેલ્વે બનાવશે નવી APP,સફર સાથે જોડાયેલી સમસ્યાઓ માટે થશે એક રામબાણ

નવી દિલ્હી: ભારતીય રેલ્વે તમારી સફરને વધુ સગવડતા ભરી બનાવવા માટે જલ્દી જ એક ઇન્ટીગ્રેટેડ મોબાઈલ એપ લાવા જઇ રહ્યું છે. આ એક એપથી તમે ટ્રેન બુકિંગ, ટેક્સી અને કુલી હાયરિંગ, ટૂર પેકેજ બુક કરવું, ફૂડનું ઓર્ડર કરવા જેવા ૧૭ કામ સરળતાથી કરી શકશો.

રેલ મંત્રી સુરેશ પ્રભુએ ગુરુવારે રેલ્વેનો ૨૦૧૭-૧૮ નો બિઝનેસ પ્લાન લોન્ચ કર્યો છે, જેને મીની રેલ બજેટ તરીકે જોઈ શકાય છે. આ દરમિયાન તેઓએ આ નવી એપની જાહેરાત કરી અને જણાવ્યું છે કે એપ આ વર્ષે મે માસમાં લોન્ચ કરવામાં આવશે.

આ પ્રોજેક્ટ સાથે જોડાયેલ રેલ્વે એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ટીકીટ, ટેક્સી, ઈ કેટરિંગ અને અન્ય સેવાઓ માટે મોબાઈલ એપ ઉપલબ્ધ છે, પરંતુ હવે આ નવા ઇન્ટીગ્રેટેડ રેલ એપ યાત્રા સાથે જોડાયેલ જરૂરિયાતોને પૂરી કરશે.

તેઓએ જણાવ્યું કે, આ એપથી રિઝર્વેશન, જનરલ, સીઝનલ અને પ્લેટફોર્મ ટીકીટનાં બુકિંગ થઇ શકશે. તે સિવાય ટીકીટ, વિશ્રામ કક્ષ, યાત્રા પેકેજ બુક કરી શકાય અને કોઈ રેસ્ટોરન્ટથી ફૂડ ઓર્ડર કરી શકશો. આ એપથી તમે હોટલનો રૂમ પણ શોધી શકશો. તેના માટે કોમન પેમેન્ટ ગેટવે સિસ્ટમ ડેવલપ કર્યું છે.

આ એપ દ્વારા તમે ટ્રેન રનીંગ સ્ટેટ્સ, ટ્રેનનો ટાઈમ, PNR સ્ટેટ્સ, સ્ટેશનો વચ્ચે ચાલતી ટ્રેનોની ડીટેલ, ટ્રેનની ડીટેલ, ટ્રેન રૂટ જેવી જાણકારીઓ, બસ ટીકીટ, ટ્રાવેલ સ્ટોર, રેલ્વે સાથે જોડાયેલ ખબરો અને ગૂગલ મેપ દ્વારા તમે લાઈવ ટ્રેન સ્ટેટ્સ, ફૂડ બુકિંગ, કોચમાં સીટની પોઝીશન જેવી જાણકારીઓ મેળવી શકશો. ટીકીટ બુકિંગ માટે આધાર કાર્ડ જરૂરી છે.

એ સાથે જ આ બેઠકમાં ટ્રેન ટીકીટનાં ઓનલાઈન બુકિંગ માટે જલ્દી જ આધાર નંબરને જરૂરી બનાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેનું લક્ષ્‍ય IRCTC થી બલ્કમાં ટીકીટ બુકિંગ અને છેતરપિંડીને રોકવાનું છે.તે સિવાય વરિષ્ઠ નાગરિકોને મુસાફરીના ભાડામાં છૂટછાટ માટે પણ ૧ એપ્રિલથી આધાર કાર્ડ બતાવવું અનિવાર્ય કાર્ડ બની જશે.

જો કે, રેલ અધિકારીઓ મુજબ, હાલમાં તેને ત્રણ મહિનાનાં ટ્રાયલ રન તરીકે લાગુ કરવામાં આવી રહ્યું છે. તે સિવાય નવી રો રો સિસ્ટમ પણ લાવવામાં આવી રહી છે, જેના દ્વરા લોડ ટ્રકોને પોતાના મંતવ્ય અથવા તેના લગભગ માલગાડી દ્વારા પહોંચાડવામાં આવશે.

You might also like