પાકિસ્તાનથી કિરપાલસિંહનો પાર્થીવ દેહ ભારત લવાશે

લાહોર: પાકિસ્તાનની કોટ લખપત જેલમાં મૃત્યુ પામનાર ભારતીય કિરપાલસિંહનો મૃતદેહ મંગળવારે ભારતમાં લાવવામાં આવશે. 55 વર્ષીય કિરપાલનું 11 એપ્રિલે લાહોરની કોટ લખપત જેલમાં શંકાસ્પદ હાલતમાં મૃત્યુ થયું હતું.

લાહોરની જિન્ના હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કર્યા પછી કિરપાલના મૃતદેહને ભારતીય હાઇ કમિશનના અધિકારીઓને સોંપવામાં આવશે. કિરપાલનો મૃતદેહ વાઘા બોર્ડરના રસ્તા દ્વારા મોકલવામાં આવશે.

25 વર્ષથી પાકિસ્તાનની જેલમાં બંધ હતા કિરપાલ
ગુરદાસપુરના રહેવાસી કિરપાલ જાસૂસીના આરોપમાં છેલ્લા 25 વર્ષથી પાકિસ્તાની જેલમાં કેદ હતાં. તેઓ 1992માં વાઘા સીમાના રસ્તા પરથી કથિત રીતે પાકિસ્તાનમાં ઘૂસી ગયા હતાં અને તેમની ઘરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તેમને પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં સિલસિલેવાર બોમ્બ ધડાકાની બાબતે મોતની સજા આપવામાં આવી હતી.

બોમ્બ બ્લાસ્ટમાં નિર્દોષ છૂટ્યા, પરંતુ સજા ઓછી ના થઇ
કિરપાલને લાહોર હાઇકોર્ટે કથિત રીતે બોમ્બ વિસ્ફોટના આરોપમાં નિર્દોષ જાહેર કરી દીઘા હતાં પરંતુ તેમની સજાને આજાણ્યા કારણોથી ઓછી કરવામાં આવી નહીં. કિરપાલના પરિવારજનોએ તેમના મૃત્યુની પાછળ કાવતરું જણાવ્યું હતું, પરંતુ પાકિસ્તાનનું કહેવું છે કે કિરપાલનું મૃત્યુ હાર્ટએટેકના કારણે થયું છે.

નેતાઓ પર બહેને ગુસ્સો કર્યો
કિરપાલની બહેન જાગીર કોરએ આ પહેલા કહ્યું હતું કે કૌટુંબિક અને નાણાકીય અવરોધના કારણે એક અવાજ ન કરી શક્યા અને તેમની બાબતને ઉઠાવવા માટે કોઇ નેતા આગળ આવ્યા નહીં.

You might also like