… તો ત્યારે IPLના તમામ પ્લેયર્સને એક મેચમાં મળશે 10 લાખ ડૉલર

ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સંસ્થાપક લલિત મોદીનું માનવું છે કે, એક સમય એવો આવશે જ્યારે દરેક ખિલાડીને પ્રતિ મેચ દરમિયાન 10 લાખ ડૉલર મળશે, પરંતુ દેશોની વચ્ચે પારંપરિક ક્રિકેટ ખત્મ થઇ જશે.

લલિત મોદીએ એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, ”IPL લાંબા સમય સુધી ચાલશે.” લલિત મોદીએ કહ્યુ કે, આ દુનિયાની સૌથી પ્રભાવી ખેલ લીગ હશે. IPLની ટીમોની પાછળ ધનકુબેર વ્યવસાયી છે અને ભારતમાં ક્રિકેટને લઇને જુનૂન તેના આયોજકો અને બ્રોડકાસ્ટર્સ માટે આકર્ષક લીગ બનાવે છે.”

હાલમાં ઇંગ્લેન્ડ બેન સ્ટોક્સને રાજસ્થાન રૉયલ્સ એક સિઝન માટે 19.5 લાખ ડૉલર આપી છે, લલિત મોદીનું માનવું છે, 1.20 લાખ ડૉલરની કેપ હટાવવામાં આવે તો IPLના ટોપના ખિલાડીઓને ઇંગ્લિશ પ્રીમિયર લીગ ફૂટબૉલરો અથવા તો NFL સ્ટૉસની જેમ રૂપિયા મળી શકે છે.

લલિત મોદીનું કહેવુ છે કે, ”ખિલાડીઓને પ્રતિ મેચ 10-20 લાખ ડૉલર મળવા લાગશે, એવું જરૂર થશે. ઇન્ટરનેશનલ ક્રિકેટનું કોઇ મહત્વ નહી રહે.”

તમને જણાવી દઇએ કે, લલિત મોદી હાલમાં લંડનમાં છે અને BCCI દ્વારા તેમના પર આજીવન પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, IPLના પૂર્વ ચીફ લલિત મોદી મની લૉન્ડ્રિંગ કેસમાં વૉન્ટેડ છે.

EDએ લલિત મોદી વિરુદ્ઘ મની લોન્ડ્રિંગ કેસ દાખલ કર્યો છે. લલિત મોદી પર 2009-2010 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઑવરસીઝ ટેલિકાસ્ટ રાઇટ્સ આપવાના છેતરપિંડી કરવાનો આરોપ છે .

You might also like