ભારતીય વિરાંગનાએ કહ્યું લૂંટારાને રોકવાની સ્વામીનારાયણ પ્રભુએ આપી તાકાત

ભારતીય મૂળની અમેરિકન મહિલા કર્મચારીએ બંદૂકના જોરે તેને લૂંટવાનો પ્રયાસ કરતાં તે વ્યક્તિને માત્ર એક હથોડીની મદદથી માર મારીને ભગાડી દીધો હતો. અમેરિકાના ડકોટામાં એક જનરલ સ્ટોરમાં લૂંટના પ્રયત્નને ભારતીય મહિલાએ નિષ્ફળ બનાવી દીધો હતો.

બંદૂકધારી આરોપી પાસેથી ભૂમિકા પટેલ નામની કર્મચારીએ તેની બંદૂક પકડી લીધી, પછી બોર્ડની મદદથી તેના માથા પર હુમલો કરી દીધો. પોતાનો બચાવ કરતાં ચોર ઘટનાસ્થળેથી ફરાર થઇ ગયો હતો.

બુર્કે કાઉન્ટી, જ્યોર્જિયામાં ભૂમિકા પટેલ પોતાની દુકાનમાં કાઉન્ટર પર હતી. તે દરમ્યાન લૂંટના ઇરાદે આવેલા યુવકની ઓળખ ક્રિશ્વયન ડકોટા થોરંટોનના રૂપમાં કરવામાં આવી છે, કાઉન્ટર પર આવ્યો અને સ્ટોર પરથી લેવામાં આવેલી સોડાના રૂપિયા આપવાના બદલે ભૂમિકા ઉપર બંદૂક ધરી દીધી અને તેણે મહિલાને બધા પૈસા તેને આપવા કહ્યું.

સીસીટીવી ફૂટેજના આધારે  ભૂમિકાએ ડર્યા વગર જાતે જ લૂંટારાનો સામનો કર્યો. ઘટના વિશે જણાવતાં ભૂમિકાએ કહ્યું કે,’મેં કહ્યું કે હું નહીં આપી શકું, તેને કહ્યું, હું તને ગોળી મારી દઇશ. જો તું મને ગોળી મારવા માંગે છે તો મારી દે’

આ ઘટનાં અંગે યુવતીનો સંપર્ક કરતા તેણે જણાવ્યું હતું કે મને સ્વામીનારાયણ ભગવાને તાકાત આપી હતી. જ્યારે તે વ્યક્તિ ખરીદી કરવા માટે આવ્યો ત્યારથી જ મને તેનાં વર્તન પર શંકા ગઇ હતી. હું મનોમન સ્વામીનારાયણ પ્રભુની પ્રાર્થનાં કરવા લાગી હતી. જો કે જ્યારે તેણે મને બંદુક બતાવીને બળજબરી કરવાનો પ્રયાસ કર્યો ત્યારે મને અચાનક જ શક્તિ મળી હતી.

મે તેનો વિરોધ કર્યો હતો અને તેનાં હાથમાં રહેલી બંદુક ઝુંટવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તે પોતાની બંદુક છોડાવીને ભાગ્યો હતો. ત્યાર બાદ તેણે બહાર જઇને એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. જો કે સ્વામીનારાયણ પ્રભુની કૃપાથી તે ગોળી મને વાગી નહોતી. ત્યાર બાદ હું હાથમાં હેમર(હથોડી) લઇને તેની પાછળ ભાગી હતી અને બુમાબુમ કરી હતી.

ભૂમિકાએ કહ્યું કે તેને યુવકના હાથમાંથી બંદૂક પાડી દીધી અને બંદૂકને ખૂણામાં કરીને જેકેટ પકડવાનો પ્રયત્ન કર્યો. તે દરમિયાન તેના હાથમાં હથોડો આવી ગયો. જોકે તે સમય દરમિયાન યુવક ત્યાંથી ભાગી ગયો. પોલીસે ડકોટા વિરુદ્ધ કેસ દાખલ કરી લીધો.

You might also like