મલેશિયામાં ભારતીય મૂળના શીખ બન્યા પોલીસ કમિશનર

કુઅાલાલમ્પુર: મલેશિયામાં એક ભારતીય મૂળના શીખને પોલીસ કમિશનરના પદ પર નિયુક્ત કરાયા છે. અાવું પહેલી વાર બનશે જ્યારે કોઈ ભારતીય શીખ મુસ્લિમ સમુદાય ધરાવતા દેશની રાજધાની કુઅાલાલમ્પુરના પોલીસ કમિશનરની ગાદી સંભાળશે. હાલમાં અમરસિંહ ડેપ્યુટી કમિશનર અોફ પોલીસના પદ પર બિરાજમાન છે. તેઅો કુઅાલાલમ્પુરના હાલના પોલીસ કમિશરની ગાદી સંભાળશે. સિંહની નિયુક્તિની જાહેરાત ગયા શુક્રવારે કરાઈ હતી. એક સ્થાનિક સમાચાર વેબસાઈટના જણાવ્યા મુજબ અમરસિંહ પહેલાં તેમના પિતા અને તેમના નાના મલેશિયન પોલીસમાં સેવા અાપી ચૂક્યા છે. સિંહના પિતા ઇશરસિંહ ૧૯૩૯માં પોલીસમાં ભરતી થયા હતા.

અા પહેલાં ૧૯૯૦માં અમરસિંહના નાનાઅે પણ પોલીસમાં એક કોન્સ્ટેબલ તરીકે સેવા અાપવાની શરૂઅાત કરી હતી. પોલીસ કમિશનર બનનાર અમરસિંહે બીએસસીની ડિગ્રી મેળવી છે. તેમણે બ્રિટનની યુનિવર્સિટી અોફ બકિંઘમથી એલએલબીની ડિગ્રી મેળવી છે. અા ઉપરાંત શરિયા કાયદામાં ડિપ્લોમા કર્યું છે.

You might also like