ભારતીય મૂળનો 16 વર્ષીય બેટ્સમેન ઓસ્ટ્રેલિયા માટે રમશે

નવી દિલ્હી: ભારતીય મૂળના 16 વર્ષીય બેટ્સમેન જેસન સંઘા ઓસ્ટ્રેલિયાના ઘરેલૂ ક્રિકેટ માટે પસંદ કરવામાં આવેલો સૌથી યુવાન ખેલાડી બની ગયો છે. ઓસ્ટ્રેલિયાની સૌથી શાનદાર ટીમ ન્યૂ સાઉથ વેલ્સ (NSW)માં આ બેટ્સમેનનો સમાવેશ કરવામાં આવ્યો છે.

અંડર-19 નેશનલ ચેમ્પિયનશિપમાં શાનદાર પ્રદર્શન અને આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયાન અંડર 19 ટીમમાં પાકિસ્તાન વિરૂદ્ધ સદી ફટકારનાર આ બેટ્સમેને ઝડપથી NSWની ટીમાં સ્થાન પાકું કરી લીધું છે.

NSW દ્વારા વર્ષ 2016-17 માટે કોન્ટ્રાક્ટ પર લેવામાં આવેલા ખેલાડીઓમાં અર્જુન નાયરનું નામ પણ સામેલ છે. 18 વર્ષીય નાયર એક સ્પિનર છે. રસપ્રદ વાત એ છે કે તેણે યૂ-ટ્યૂબ પર ભારતીય ઓફ સ્પિનર આર. અશ્વિન અને વેસ્ટઇન્ડીઝના બોલર સુનિલ નરૈનના વીડિયો જોઇને બોલિંગ શીખી છે.

તમને જણાવી દઇએ કે જેસન સંઘાના કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા સમાચાર થોડા દિવસો પહેલાં આવ્યા હતા જ્યારે રેસલર વિનોદ કુમાર દહિયાએ આ વાતની જાહેરાત કરી હતી કે તે રિયો ઓલંપિકમાં ઓસ્ટ્રેલિયા માટે રમશે. મૂળ હરિયાણાનો રહેવાસી દહિયાએ ગત વર્ષે ઓસ્ટ્રેલિયાની નાગરિકતા લીધી હતી.

ગત વર્ષે ગુરિંદર સંધૂ નામના ફાસ્ટ બોલરે પણ NSWની સાથે કોન્ટ્રાક્ટ કર્યો હતો. તે ભારતીય મૂળનો પ્રથમ ખેલાડી છે જેણે ઓસ્ટ્રેલિયા માટે રમવાનો કોન્ટ્રાક્ટ કર્યો હતો.

You might also like