અમેરિકી સીમા પર નાસાના ભારતીય વિજ્ઞાનીને કસ્ટડીમાં લેવાયા

વોશિંગ્ટન: નાસાના ભારતીય મૂળના એક મુસ્લિમ વિજ્ઞાનીને અમેરિકી સીમા પર કસ્ટડીમાં લેવાયાની ઘટના સામે અાવી છે. કસ્ટમ અધિકારીઅોઅે અા વિજ્ઞાનીને કસ્ટડીમાં લઈ તેમને પોતાના મોબાઈલ ફોનને અનલોક કરવા મજબૂર કર્યા.

૩૫ વર્ષીય સિદ બીકનવરે સોશિયલ મીડિયા પર અા ઘટનાનું વર્ણન કર્યું. તેમણે પોતાની ફેસબુક પોસ્ટમાં કહ્યું કે હ્યુસ્ટનના જ્યોર્જ બ્રુશ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર જવાની પરવાનગી અાપતાં પહેલાં અમેરિકી કસ્ટમ અેન્ડ બોર્ડર પ્રોટેક્શન અધિકારી તેમનો ફોન અને પાસવર્ડ ઇચ્છતા હતા.

તેમણેે લખ્યું છે કે હું ગયા અઠવાડિયે મારા ઘરે જવા માટે અમેરિકા જઈ રહ્યો હતો. અા દરમિયાન મને હોમલેન્ડ સિક્યોરિટીના અધિકારીઅોઅે કસ્ટડીમાં લીધો. મને અે લોકો સાથે રાખવામાં અાવ્યો, જેમને મુસ્લિમ પ્રતિબંધના કારણે રોકવામાં અાવ્યા હતા. મેં પહેલાં ઇન્કાર કર્યો કે અા નાસાનો ફોન છે અને મારે તેની રક્ષા કરવી જોઈઅે.

કેલિફોર્નિયાના પાસાડેના શહેરમાં જન્મેલા બીકનવર સ્પેસ ટેલિસ્કોપ માટે ટેક‌િનક તૈયાર કરી રહ્યા છે. તેમણે લખ્યું છે કે હું સ્પષ્ટ કરવા ઇચ્છું છું કે હું અમેરિકામાં જન્મ્યો છું અને નાસાનો એન્જિનિયર છું. હું કાયદેસર અમેરિકી વિઝા સાથે યાત્રા કરી રહ્યો હતો. તેમણે મારા બંને ફોન અને પાસવર્ડ લઈ લીધા. જ્યાં સુધી સમગ્ર ડેટા કોપી ન થયો ત્યાં સુધી મને કસ્ટડીમાં રાખવામાં અાવ્યો. બીકનવર અોબામા પ્રશાસનને સમયે દક્ષિણ અમેરિકાના પેટાગોનિયા ક્ષેત્રની મુલાકાતે ગયા હતા. ટ્રમ્પ શાસનમાં અાવ્યા બાદ અને સાત મુસ્લિમ દેશોના લોકો પર અમેરિકામાં પ્રવેશ પર પ્રતિબંધ મુકાયા બાદ પરત ફર્યા હતા.
http://sambhaavnews.com/

You might also like