સાઉથ આફ્રીકામાં ક્રિકેટરનું માથું કાપીને બલિ ચડાવાઇ

જ્હોનિસબર્ગ : ભારતીય મુળનાં સાઉથ આફ્રીકન વિકલાંગ ક્રિકેટર નવાઝ ખાનનું માથુ કાપીને બલિ આપવાનો કિસ્સો સામે આવ્યો છે. પોલીસે આ મુદ્દે ક્રિકેટરનાં નજીકનાં દોસ્તો સહિત ત્રણ લોકોની ધરપકડ કરી છે. પોલીસનાં અનુસાર 23 વર્ષીય નવાજને તેનાં નજીકનાં દોસ્તો 21 વર્ષીય ટી ડ્યૂમાં અને એક તાંત્રીક લાલચ આપીને ઘરની નજીક આવેલા જંગલમાં લઇ ગયા હતા. જ્યાં તેનાં પર બંન્નેએ ચાકુથી હુમલો કર્યો હતો અને તેની હત્યા કરી દીધી હતી.
આ ઘટનાં જ્હોનિસબર્ગથી 600 કિલોમીટર દુર અમજિંટોમાં થઇ હતી. નવાજ 31 ઓક્ટોબરથી ગાયબ હતો, શનિવારે તેનું શરીર જંગલમાંથી મળી આવ્યું હતું. પોલીસ પુછપરછમાં તેની નજીકનો દોસ્ત ટુટી ગયો હતો. આ મિત્ર જ તેને ઘટનાં સ્થળ પર લઇ ગયો હતો જ્યાં તેની લાશ મળી આવી હતી.
નવાઝની માં જાકીયા ખાનનાં અનુસાર તેનો પુત્ર સાઉથ આફ્રીકન ક્રિકેટ બોર્ડની તરફથી 2013નાં ઇન્ટેલેક્ચુઅલી ઇપેયર્ડ એવોર્ડથી નવાજવામાં આવ્યો હતો. આ એવોર્ડ ખુદ હાશિમ અમલાએ તેને આપ્યો હતો. તેની માતાનાં અનુસાર પોતાનાં રોલમોડલનાં હાથે એવોર્ડ મેળવી તે ખુબ જ ખુશ હતો. તેનો પુત્ર ઘણો ટેલેન્ટેડ હતો અને ઇન્ટરનેશનલ લેવલ પર સાઉથ આફ્રીકા માટે રમવા માંગતો હતો.
પોલીસ પુછપરછમાં બહાર આવ્યું કે નવાજની હત્યા કરનારા તેનાં દોસ્ત ડ્યૂમાએ જણાવ્યું ક તમામ મુશ્કેલીઓમાંથી બહાર નિકળવા માટે એક વ્યક્તિએ તેને જીવિત માણસનું માથું લાવવા જણાવ્યું હતું. ડ્યૂમાં ઉપરાંત ઝડપાયેલા અન્ય બે લોકોની પાસેથી નવાઝનાં મોબાઇલથી માંડીને તમામ વસ્તુઓ મળી આવી હતી.

You might also like