Indian Navyમાં 10 પાસ માટે પડી છે ભરતી, 56,900 મળશે Salary

ભારતીય નૌસેનામાં ઘણા પદ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ભરતી માટે નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જેના અનુસાર ટ્રેડસમેન મેટ માટે 554 પદ પર ભરતી બહાર પાડવામાં આવી છે. અરજી માટેની પ્રક્રિયા 2 માર્ચથી શરૂ થઇ ગઇ છે. તેની અંતિમ તારીખ 20 માર્ચ છે.

જગ્યા : ભારતીય નૌ સેનામાં ટ્રેડસમેન મેટ માટે 554 પદ પર ભરતી

વિશાખાપટ્ટનમ – 46 જગ્યા

મુંબઇ – 502 જગ્યા

કોચ્ચિ – 06 જગ્યા

યોગ્યતા : ઉમેદવાર કોઇપણ માન્યતા પ્રાપ્ત સંસ્થામાંતી 10મું પાસ તેમજ આઇટીઆઇમાંથી સર્ટિફિકેટ મેળવેલ હોવો જોઇએ.

ઉંમર : આ પદ પર અરજી કરનાર ઉમેદવારોની ઉંમર 18 થી 25 વચ્ચે હોવી જોઇએ. જ્યારે એસસી-એસટી માટે 05 વર્ષ , ઓબીસી માટે 03 વર્ષ અને વિકલાંગ ઉમેદવાર માટે 10 વર્ષની છૂટછાટ

ફી : જનરલ અને ઓબીસી ઉમેદવારોએ 205 રૂપિયા ફી જ્યારે એસસી-એસટી-વિકલાંગ-એક્સ સૈનિક અને મહિલાઓ માટે કોઇ ફી નહીં

પે સ્કેલ : પસંદગી પામેલ ઉમેદવારને 18,000થી 56,900 રૂપિયા મળશે

ઇચ્છુક ઉમેદવાર આધિકારીક વેબસાઇટ joinindiannavy.gov.in પર જઇ અરજી કરી શકે છે.

You might also like