હિંદ મહાસાગરમાં ચીની સબમરીન પર અમારી સતત નજર : નેવી ચીફ

નવી દિલ્હી : ભારતીય નૌસેનાએ શુક્રવારે કહ્યું કે તેને હિંદ મહાસાગર વિસ્તારમાં ચીની સબમરીન અને યુદ્ધજહાજના મૂવમેન્ટની જાણકારી છે. સાથે જ નેવીએ કહ્યું કે આ મુવમેન્ટ પર તેમની બારીક નજર છે. નેવી ડે પર નેવી ચીફ સુનીલ લાંબાએ એક પત્રકાર પરિષદ સંબોધિત કરી હતી. નેવી ચીફે કહ્યું કે હિંદ મહાસાગર વિસ્તારમાં ચીની પરમાણુ સબમરીન ગોઠવવામાં આવી હતી અને તે કરાચીમાં રોકાઇ હતી. તેમણે કહ્યું કે ભારતીય નૌસેના આ ગતિવિધિ પર બારીક નજર રાખી રહી છે.

નેવી ચીફે કહ્યું કે અમે તેમના પર નજર રાખવા માટે એરક્રાફ્ટ અને શિપની મદદતી નજર રાખવાનું અભિયાન લોન્ચ કર્યું છે. તેમણે 2012થી જ આ વિસ્તારમાં સબમરીન ગોઠવવાનું ચાલુ કર્યું છે. નેવી ચીફે પાકિસ્તાનનાં તે દાવાને પણ ફકાવી દીધા જેમાં તેના વિસ્કારમાં ભારતીય સબમરીન દેખાઇ હોવાની વાત કરી હતી.

લાંબાએ કહ્યું કે આ વિસ્તારમાં ભારતીય સબમરીન હોવાના દાવા કરવામાં આવી રહ્યા છે. તેવું કાંઇ છે નહી. સાથે જ તેમણે કહ્યું કે માત્ર સબમરીન ત્યાં જ રાખવામાં આવે છે જ્યાં તેની જરૂર હોય છે અને અમે તેવું કરતા રહીશું. પાકિસ્તાની નેવીએ ગત્ત મહિને દાવો કર્યો હતો કે એક ભારતીય સબમરીન તેના વિસ્તારમાં દેખાઇ છે.

લાંબાએ કહ્યું કે ભારતીય નૌસેના પાસે કોઇ પણ પ્રકારની કાર્યવાહી કરવા માટેની પુરતી ક્ષમતા છે અને તે તેમના અધિકાર ક્ષેત્રમાં પણ આવે છે. ચીનથી બાંગ્લાદેશ નેવીને મળેપી પહેલી સબમરીન અંગે પણ નેવી ચીફે ટીપ્પણી કરી હતી. નેવી ચીફ લાંબાએ કહ્યું કે પાડોશી દેશમાં જે કાંઇ પણ થઇ રહ્યું છે તેના મુદ્દે અમારી પાસે આયોજન છે.

You might also like