ભારતીય યુવકનો પીએમ મોદીને પત્ર, જેને લઇ પાકિસ્તાનમાં ભારે ખળભળાટ

ઇસ્લામાબાદઃ એક ભારતીય યુવકે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એક પત્ર લખ્યો છે. જે પત્રને લઇ પાકિસ્તાનમાં ભારે ખળભળાટ મચી ગયો છે. આ પત્રમાં યુવકે વર્ષ 2017નાં અંતમાં ડિસેમ્બર માસમાં હિંદ મહાસાગરમાં ભૂકંપ અને સુનામી આવશે તેમ જણાવ્યું હતું. આ વ્યક્તિનું નામ બાબૂ કલાયિલ છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાબૂ કલાયિલે પોતાની છઠ્ઠી ઇન્દ્રિયની મદદથી આ દાવો કર્યો છે કે આ વર્ષનાં અંતમાં હિંદ મહાસાગરમાં ભૂકંપ આવશે કે જેને લઇ સુનામી આવશે. સાથે તેની ઝપટમાં ભારત અને પાકિસ્તાન સહિત 7 દેશો પણ આવી જશે. બાબૂએ પોતાની આ ભવિષ્યવાણીનું કોઇ વૈજ્ઞાનિક કારણ નથી દર્શાવ્યું. જો કે ભારતમાં આને ગંભીરતાથી નથી લેવામાં આવેલ પરંતુ પાકિસ્તાનમાં બાબૂ કલાયિલનાં આ પત્રને ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવેલ છે. ખાસ કરીને સોશિયલ મીડિયા પર પાકિસ્તાનમાં આ પત્ર વાયરલ થઇ ગયો છે.

આ સાથે અહીં ભૂકંપને લઇ તૈયારી પણ કરી દેવામાં આવી છે. અનેક લોકોએ આ ભવિષ્યવાણી બાદ રજૂ કરવામાં આવેલ સત્તાવાર પ્રકાશન અંગે હેરાની પણ દર્શાવેલ છે. પ્રકાશનમાં એક પ્રકારનો આંતરિક સંવાદ છે. જે Earthquake Reconstruction and Rehabilitation Authorityનાં પ્રમુખ દ્વારા પોતાની કેટલીક ગૌણ વ્યક્તિઓને મોકલવામાં આવેલ છે. ઓથોરિટીને મળેલ આ પ્રકાશનમાં લખવામાં આવ્યું હતું કે પાકિસ્તાનનાં આઇએસઆઇએ હિંદ મહાસાગરમાં ભૂકંપની ચેતાવણીને લઇ 6ઠ્ઠી નવેમ્બરનાં રોજ એક બેઠક પણ બોલાવેલ છે.

You might also like