એપલ અને ગુગલ સહિત દુનિયાની ઘણી મોટી ટેકનોલોજી કંપનીઓ સેલ્ફ ડ્રાઇવિંગ કાર ડેવલોપ કરવામાં લાગી છે. જોકે હાલમાં આ પ્રકારની કાર મળવી અશક્ય છે. પરંતુ ભારતમાં એક માણસે સૌથી સસ્તી ગણવામાં આવતી કાર ટાટા નેનોને સેલ્ફ ડ્રાઇવિંગ કારમાં પરિવર્તિત કરવાનો દાવો કર્યો છે.
YouTube ઉપર રોશે રોબોટ બ્લોગે એક વિડીયો શેર કર્યો છે. તે વિડીયોમાં ડો.રોશે જોન જણાવી રહ્યા છે કે ઘણા વર્ષો પહેલાં એરપોર્ટ થી ઘર સુધી ટેક્સીની મુસાફરી દરમિયાન તેને સેલ્ફ ડ્રાઇવિંગ કાર બનાવવાનું વિચાર્યું હતું. તેમણે જણાવ્યું હતું કે પ્લેનની થાક ભરેલી મુસાફરી કરીને આવ્યા બાદ તેમને એ વાતનો અહેસાસ થયો કે તેમનાથી વધારે થાકેલો તો તેમનો ટેક્સી ડ્રાઇવર છે. તેથી તેમણે ડ્રાઇવરને જાતે ટેક્સી ચલાવવાની વાત કરી કેમકે તેમને ડર હતો કે ડ્રાઇવર ઉંઘમાં અકસ્માત ના કરી દે.
તેમણે પોતાની નાની ટીમની મદદથી સેલ્ફ ડ્રાઇવિંગ સિસ્ટમની એફિસિયન્સી અને રિસપોન્સને મોનિટર કરવા માટે કેમેરાને સેટઅપ કર્યો છે. આ ટીમનો દાવો છે કે સેલ્ફ ડ્રાઇવિંગ માટે તેમના દ્વારા બનાવામાં આવેલો સેટઅપ કોઇ બીજી કારમાં માત્ર એક થી બે કલાકમાં લગાવી શકાય છે.
ખાસ વાત તો એ છે કે તેમણે ટાટા નેનો કારને સસ્તી હોવાને લીધે નહીં પરંતુ તે કારનું એન્જીન સેટ અપ પાછળની સાઇડ હોવાને લીધે સિલેક્ટ કરી છે. જેથી તેમને કારમાં આગળની સાઇડ સેંસર લગાવવામાં સરળતા રહી.