આ ભારતીય યુવાને બનાવ્યો નવો જ દેશ!, પપ્પાને બનાવ્યા PM અને પોતાને King

સાંભળવામાં ભલે આ મજાક લાગે, પરંતુ આ હકીકત છે. ઈન્દોરના સુયશ દિક્ષીતે સૂદાન અને મિસ્ર વચ્ચે લગભગ 800 વર્ગ માઈલ વિસ્તારમાં પોતાનો ઝંડો લગાવીને પોતાને ત્યાંનો રાજા જાહેર કરી દીધો છે. તેણે પોતાના આ નવા રાજ્યને ‘કિંગડમ ઑફ દિક્ષીત’ નામ આપ્યું છે.

દિક્ષીતે પોતાને આ વિસ્તારનો રાજા કહ્યો છે અને પોતાના નવા દેશને માન્યતા આપવા માટે સંયુક્ત રાષ્ટ્રને અપીલ કરી છે. એટલું જ નહીં સુયશે એક વેબસાઈટ બનાવીને લોકોને આ દેશની નાગરિકતા લેવા માટે આવેદન કરવાની પણ અપીલ કરી છે.

જાણકારી પ્રમાણે, આ વિસ્તાર રણપ્રદેશમાં આવેલો છે, જે મિસ્ર અને સૂદાનની દક્ષિણી સરહદે આવેલો છે. જો કે મિસ્ર કે સૂદાન બંનેમાંથી કોઈ આ વિસ્તારને પોતાનો માનતા નથી. મિસ્રનું માનવું છે કે 800 વર્ગ માઈલનો આ વિસ્તાર સૂદાનનો છે, અને સૂદાન માને છે કે આ વિસ્તાર મિસ્રનો છે.

સુયશે પોતાની સ્ટોરી ફેસબુક પર જણાવતાં કહ્યું છે કે, ‘તે 319 કિમીની મુસાફરી કરીને ત્યાં પહોંચ્યો છે. આ રણપ્રદેશમાં જવા માટે કોઈ રસ્તો પણ નથી. અહીંયા તેણે એક છોડ વાવ્યો છે અને તેને પાણી પણ આપ્યું છે. આ છોડ વાવી હવે હું દાવો કરું છું કે આ જગ્યા મારી છે.’

બર્થ ડે ગિફ્ટમાં પિતાને બનાવ્યા વડાપ્રધાન
સુયશે પોતાના પિતાને આ દેશના વડાપ્રધાન બનાવી દીધા છે અને મિલિટ્રી હેડ પણ બનાવ્યા છે. પોતાને તેણે આ દેશનો રાજા બનાવ્યો છે. તેણે પોતાની નવી
વેબસાઈટ https://kingdomofdixit.gov.best/ ના નામે શરૂ કરી છે.

સુયશ મૂળ ઈન્દોરના રહેવાસી છે. તેઓ ઈન્દોરની ગુરુ હરિકિશન પબ્લિક સ્કૂલમાં ભણેલા છે. કૉલેજ પૂરી કર્યા બાદ સુયશે ગૂગલ ડેવલોપર્સ ગ્રુપ ઈન્દોરના કોમ્યુનિટી લીડર તરીકે પણ કામ કર્યું છે. સુયશે માઈક્રોસોફ્ટમાં પણ કામ કર્યું છે અને હાલમાં તે એક સોફ્ટીનેટર કંપનીમાં સીઈઓ પણ છે.

You might also like