૧૪૭ મિનિટમાં ભારતીયે ૧૦,૦૦૦ હાફ સીટ-અપ્સ કરી વર્લ્ડ રેકોર્ડ સર્જ્યો

નવી દિલ્હી: હરિયાણાના કેથલ ગામમાં રહેતા અને ક્રિકેટર સચીન તેંડુલકરના ફેન અશોક સેમીઅે ૧૪૭ મિનિટમાં ૧૦,૦૦૦ હાફ સીટ-અપ્સ કરીને ગિનિસ બુક અોફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું છે. સચીન તેંડુલકર બેટિંગ કરતી વખતે વોર્મઅપ દરમિયાન હાફ સીટ-અપ્સ લગાવે છે. તે જોઈને તેને અા વિચાર અાવ્યો.

અશોકે ૨૦૦૭માં અા માટેની ટ્રેનીંગ લેવાની શરૂઅાત કરી હતી. એક વર્ષની સખત મહેનત બાદ તેણે સૌથી વધુ હાફ સીટ-અપ્સ માટે લિમકા બુક અોફ વર્લ્ડ રેકોર્ડમાં નામ નોંધાવ્યું હતું. તેણે અધિકારીઅોની સામે ૧૪૭ મિનિટમાં ૧૦,૦૦૦ હાફ સીટ-અપ્સ લગાવી હતી. તેની ક્લીપ અને અન્ય ડોક્યુમેન્ટ લંડનની ગિનિસ વર્લ્ડ રેકોર્ડની અોફિસમાં મોકલાયા હતા અને તાજેતરમાં તેને ગિનિસ તરફથી વર્લ્ડ રેકોર્ડનું સર્ટિફિકેટ અાપવામાં અાવ્યું.

You might also like