સ્ત્રીઓને નબળી સમજનારા જાણી લો આ કાયદો

ભારતમાં ભલે સ્ત્રીઓને નબળી માનવામાં આવી રહી હોય, પરંતુ કાયદો બિલકુલ એવો નથી. કદાચ યુવતીઓ અને સ્ત્રીઓને પણ ખ્યાલ નહીં હોય કે તેમના માટે કેટલાક એવા કાયદા છે, જે તેમના માટે બની શકે છે હથિયાર.

જો કોઇ વ્યક્તિ કોઇ મહિલાની મર્યાદાને અપમાનિત કરવાના ઇરાદાથી કોઇ શબ્દ બોલે, કોઇ અવાજ, ઇશારો કે કોઇ વસ્તુનુ પ્રદર્શન કરે તો તેને એક વર્ષની જેલ થઇ શકે છે અથવા તો દંડ થઇ શકે છે અથવા તો બંને થઇ શકે છે.

કોઇ વ્યક્તિ મહિલાને હેરાન કરીને સાર્વજનિક સ્થળ પર અથવા તો આજુબાજુ કોઇ અશ્લીલ હરકત કરે કે પછી અશ્લીલ ગીતો ગાય, તો તેને ત્રણ મહિનાની કેદ અથવા તો દંડ થઇ શકે છે.

જો કોઇ વ્યક્તિ જાહેરાત, પ્રકાશનો, લેખો, ફોટોગ્રાફ્સ, આકૃતિ કે અન્ય કોઇ રીતે સ્ત્રીનું અભદ્ર રીતે પ્રદર્શન કરે તો તેને બે વર્ષની સજા અને દંડ બંને થાય છે.

જો મહિલાની ઇચ્છા વગર તેના પૈસા, શેર, બેંક એકાઉન્ટ વગેરે ઉપયોગ કરવામાં આવે તો કાયદાની મદદથી તે તેમ થતા રોકી શકે છે.

ઘરેલુ હિંસા પર મહિલા જાતે ન્યાયાલયમાં પોતાના માટે ન્યાય માંગી શકે છે. તેના માટે વકીલને લઇ જવાની કોઇ જ જરૂર નથી. પોતાની સમસ્યાના નિદાન માટે પીડિત મહિલા-વકીલ પ્રોટેક્શન ઓફિસર અને સર્વિસ પ્રોવાઇડરમાંથી કોઇની પણ મદદ લઇ શકે છે. ઇચ્છે તો તે પોતાની જાતે જ પોતાનો પક્ષ રાખી શકે છે.

લિવ ઇન રિલેશનશિરમાં મહિલા પાર્ટનરને એક વિવાહિત મહિલા જેટલા જ અધિકાર પ્રાપ્ત થયા છે. પહેલી પત્નીના જીવીત રહેવા સાથે જો કોઇ પુરૂષ અન્ય સ્ત્રી સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહે તો બીજી પત્નીને પણ ભરણપોષણ આપવું પડે છે.

સ્કૂલના ફોર્મમાં પિતાનું નામ લખવું જરૂરી નથી. માતા પોતાનું નામ પણ લખાવી શકે છે.

http://sambhaavnews.com/

 

You might also like