અમેરિકા સહિત યુકે સિંગાપોરમાં પણ ભારતીય કંપનીઓની પરેશાની વધી

નવી દિલ્હી :  ભારતીય આઇટી કંપનીઓ માટે ત્રણ સૌથી મોટા બજારોમાં પરેશાનીઓ વધી રહી છે. જેની પાછળ સ્થાનિક લોકોની રોજગારી પાછળની દોડને કારણ માનવામાં આવી રહ્યું છે. જો કે સ્થાનિકોને વધારે નોકરી રાખવાનો ભારતીય કંપનીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેના કારણે આગામી ત્રણ ચાર મહિના આઇટી કંપનીઓ માટે ઘણા જ મહત્વનાં અને નિર્ણાયક રહેવાનાં છે.

જો આ દેશો પોતાનાં પ્રોટેક્શનિઝમના વલણ પર અક્કડ રહેશે તો ભારતીય કંપનીઓએ બીજા બજારની શોધ કરવી પડી શકે છે. નેસ્કોમનાં આંકડાઓ અનુસાર વર્ષ 2016 ઇન્ડિયન આઇટી એક્સપોર્ટ 110 અબજ ડોલર રહ્યું. ઇન્ડિયાનું સૌથી વધારે એક્સપોર્ટ લગભગ 62 ટકા યુએસમાં હોય છે.

એટલે કે માત્ર 68.2 અબજ ડોલર માત્ર અમેરિકામાં જ એક્સપોર્ટ થાય છે. અમેરિકા બાદ 17 ટકાની ભાગીદારી સાથે યુકે બીજા નંબર પર આવે છે. જ્યાં લગભગ 18.7 અબજ ડોલરનું એક્સપોર્ટ થાય છે. ત્યાર બાદ 8 ટકાની હિસ્સેદારી એશિયન દેશોની છે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ કહી ચુક્યા છે કે અમેરિકનને વિદેશી વર્કફોર્સ સામે રિપ્લેસ ન કરવામાં આવે.

તેઓ એચ 1બી વિઝાનાં નિયમ પણ આકરા કરવાનાં પક્ષધર છે. તેઓ ઇમિગ્રેશન રિફોર્મ અંગેનાં એક્ઝીક્યૂટિવ ઓર્ડર પર સહી કરી ચુક્યા છે. એચ 1બી વિઝા અંગેનું એક બિલ પણ અમેરિકન સંસદમાં રજુ કરાયું છે. જેમાં મિનિમમ વેજને વધારી 1.30 લાખ ડોલર કરવાનું પ્રાવધાન છે. 2016ની શરૂઆતમમાં સિંગાપુર સરકારે નવા વિઝા આપવાની મનાઇ કરી દીધી હતી.

સિંગાપુર સરકારે ઇન્ડિયન કંપનીઓને લોકલ લોકોને હાયર કરવા માટે જણઆવ્યું. સિંગાપુરમાં એચસીએલ, ટીસીએસ, ઇન્ફોસિસ, વિપ્રો, કોન્ગનિજેટ અને એલએન્ટટી ઇન્ફોટેકની ઓફીસ છે. ગત્ત વર્ષે યૂકે ટિયર ટૂ ઇન્ટ્રા કંપની ટ્રાન્સફર હેઠળ લઘુતમ વેતન 20,800 પાઉન્ડથી વધારીને 30 હજાર પાઉન્ડ કરી ચુક્યું છે. જેના કારણે ઇન્ડિયન કંપનીઓની કોસ્ટ વધી ગઇ છે.

નેસ્કોમનાં ચેરમેન આર.ચંદ્રશેખરનનાં અનુસાર મોટા ભાગનાં દેશો પ્રોટેક્શનિજમની પોલીસી અખતિયાર કરી રહ્યા છે. સ્થાનિકોને નોકરી પર જોર દઇ રહ્યા છે. જો કે ટેલેન્ટેડ વર્કફોર્સની ઉણપ છે.જેના કારણે હાલનાં વર્કફોર્સ સાથે કામ કરવામાં મુશ્કેલી નડે છે. હાલ ભારતીય કંપનીઓને 5 7 ટકાનું નુકસાન થઇ રહ્યું છે.

હાલ અમેરિકામાં ભારતીય આઇટી કંપનીઓમાં 10 લાખ જોબ પોસ્ટ ખાલી છે. અમેરિકામાં ટેલેન્ટેડ વર્કફોર્સ ઓછો છે. આ જ કારણ છે કે ભારતીય કંપનીઓને યોગ્ય વર્કફોર્સ નથી મળી રહ્યો. જો અમેરિકા એચ 1બી વિઝા અને સેલેરીનો કાયદો વધારે કડક કરશે તો વધારે 1 લાખ જેટલી જોબ પોસ્ટ ખાલી થશે.

You might also like