ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં ભારતીય IT કંપનીઓને મોટું નુકસાન થવાનું છે

અમેરિકામાં ડોનાલ્ડ ટ્રમ્પના રાષ્ટ્રપતિ બન્યા પછી વીઝા નિયમોને કડક બનાવવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે. આ પહેલા ઊભી થનારી પરિસ્થિતિને હલ કરવા માટે ભારતીય આઉટસોર્સિંગ કંપનીઓ પોતાની નિયુક્તિ સંબંધી રણનીતિમાં ફેરફારો કરી રહી છે.

મળતી માહિતી પ્રમાણે ઇન્ફોસિસ અને ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ જેવી દિગ્ગજ કંપનીઓએ આવાનારા સમયમાં અમેરિકામાંથી વધુ એન્જિનિયરો નિયુક્ત કરવાની વાત કહી છે. ઇન્ફોસિસના ચીફ ઓપરેટિંગ ઓફિસર યૂબી પ્રવીણ રાવનું કહેવું છે કે વીઝા નિયમોને કડક બનાવેલા જોયા પછી નવી વ્યવસ્થા બનાવવામાં આવશે.

150 અબજ ડોલરના વેપારમાં ભારતીય આઉટસોર્સિંગ વેપાર માટે એક મહત્ત્વનું પરિવર્તન થશે જેની રણનીતિ અત્યાર સુધી ભારતીય આઉટસોર્સિંગ વેપાર માટે એક મહત્ત્વનો ફેરફાર હશે. તેની રણનીતિ હજી સુધી ભારતમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કરનારારા પ્રતિભાશાળી પ્રોફેશન્લ્સને તક આપવામાં આવશે.

ઓછા ખર્ચાળ હોવાને કારણે તેઓને આ રણનીતિનો ફાયદો અબજો ડોલરનો પ્રોજેક્ટ મેળવવામાં મળતો રહેશે. પરંતુ અમેરિકાની સ્થાનિક વસતિમાં એનાથી અસંતોષ હતો જેના કારણે એમ માનવમાં આવી રહ્યું છે કે ભારતીયો તેઓની નોકરીઓ છીનવી રહ્યા છે.

ડોનાલ્ડ ટ્રમ્પે આ અસંતોષને પોતાની ચુંટણીમાંનો એક મુખ્ય મુદ્દો બનાવ્યો હતો. રાષ્ટ્રપતિ ચુંટણી દરમિયાન તેમણે ઘણી વાર એચ-1બી વીઝાને નાબૂદ કરવા અને અમેરિકનોની નોકરીઓ પાછી અપવવાની વાત કરી હતી. કેટલાક દિવસો પહેલા સીનેટર જેફ સેશન્સે પણ અમેરિકાના એટોર્ની જનરલ પર પોતાની નિયુક્તિથી જોડાયેલી સુનાવણી દરમિયાન એચ-1બી વીઝા પર કડક વલણનો સંકેત આપ્યો હતો.

You might also like