વડાપ્રધાન મોદીની પાક યાત્રાની અટકળોથી કૂટનીતિક સર્કલમાં ખલબલી

નવી દિલ્હી : એક તરફ જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે દ્વિપક્ષીય સંબંધોમાં હાલ ખુબ જ ખરાબ સમય ચાલી રહ્યો છે. વડાપ્રધાન મોદીની પાકિસ્તાન યાત્રા અંગે હાલ વિચારવું પણ અશક્ય લાગે છે. પાકિસ્તાન ખાતેનાં ભારતીય રાજદુત ગૌતમ બમ્બવાલેએ મોદીની સંભવિત પાકિસ્તાન યાત્રાની સંભાવના વ્યક્ત કરીને કુટનીતિક જગતમાં ખલબલી પેદા કરી દીધી છે.

આ મુદ્દાની ગંભીરતાને જોતા વિદેશ મંત્રાલયને મોડી સાંજે સ્પષ્ટતા કરવી પડી કે મોદી દક્ષીણ એશિયાની બેઠકમાં ભાગ લેવા માટે પાકિસ્તાન જશે કે કેમ તે અંગે હજી સુધી કોઇ નિર્ણય લેવાયો નથી. સાર્ક દેશોની શિખર બેઠક નવેમ્બર 2016માં યોજાનાર છે. પાકિસ્તાનનાં વડાપ્રધાન આના માટે ભારતીય વડાપ્રધાનને આમંત્રીત કરી ચુક્યા છે અને મોદીએ તેનો સ્વિકાર પણ કર્યો હતો.

જો કે આ વાત ઘણી જુની છે. નવ મહિનામાં ભારત તથા પાકિસ્તાનનાં સંબંધો ઘણા વણસી ચુક્યા છે. એક તરફ જ્યારે પાકિસ્તાન ભારતીય કાશ્મીરમાં અલગતાવાદને ભડકાવવાનાંપ્રયાસો કરી રહ્યું છે તો વડાપ્રધાન મોદીએ બલુચિસ્તાનનો મુદ્દો ઉઠાવીને પાકિસ્તાનની દુખતી નસ દબાવી દીધી છે. મોદી દરેક આંતરરાષ્ટ્રીય મંચ પરથી પાકિસ્તાનનો ચહેરો બેનકાબ કરવાનાં પ્રયાસો કરી રહ્યા છે. એટલું જ નહી સાર્ક દેશોની શિખર બેઠકની તૈયારીઓ માટે બોલાવાયેલી ગૃહમંત્રીઓની બેઠકમાં ભાગ લેવા માટે ગયેલા ભારતીય ગૃહમંત્રી રાજનાથ સિંહને પણ ખુબ જ કડવો અનુભવ થયો હતો.

You might also like