ભારત સરકારે જેલમાં રહેલા 39 કેદીઓને મુક્ત કરવાનો લીધો નિર્ણય

અમદાવાદ : ગુજરાતની દરિયાઈ સરહદ પાકિસ્તાન સાથે જોડાયેલી છે. ભારત અને પાકિસ્તાન અવાર-નવાર એકબીજાની દરિયાઈ સીમામાં ઘૂસી જઈને માછીમારી કરતા માછીમારોની ધરપકડ કરતા હોય છે. થોડા દિવસ પહેલા પાકિસ્તાને 440 ભારતીય માછીમારોને મુક્ત કર્યા હતા.

જોકે ભારત પણ આ પહેલ બાદ પોતાના તરફથી એક સારો સંકેત આપવા જઈ રહ્યું છે. સૂત્રો અનુસાર ભારત પાકિસ્તાનના 39 કેદીઓને મુક્ત કરશે. જેમાં 18 માછીમારોનો સમાવેશ થાય છે. આવતીકાલે પાકિસ્તાની કેદીઓ મુક્ત થઈ શકે છે. આ માટે પાકિસ્તાન તરફથી કેદીઓના નામના લિસ્ટને સ્વીકૃતિ પણ આપી દેવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છેકે ભારત અને પાકિસ્તાન વચ્ચે માછીમારોનો પણ વ્યવહાર રહ્યો છે. ભારત દ્વારા જ્યારે જ્યારે કેદીઓ મુક્ત કરવામાં આવે તેની પછીના થોડા જ સમયમાં પાકિસ્તાન પણ ભારતનાં કેદીઓ મુક્ત કરતું હોય છે.

You might also like