ડોલ્કન ઇસા બાદ ભારતે વધુ એક એક્ટિવિસ્ટના રદ કર્યા VISA

નવી દિલ્હી: ચીનના વિદ્રોહી વર્લ્ડ ઉઇગર કોંગ્રેસ (WUC) લીડર ડોલ્કન ઇસાના વીઝા રદ કર્યા બાદ વધુ એક નિર્ણયથી ભારત સરકારની ટીકા થઇ રહી છે. ભારતે ચીનમાંથી કાઢી મુકવામાં આવેલા એક એક્ટિવિસ્ટને ધર્મશાલામાં યોજાઇ રહેલી કોન્ફ્રેંસમાં ભાગ લેતાં અટકાવી દીધા.

ચીનમાંથી હાંકી કાઢવામાં આવેલા જાણીતા થિયાનમેસ સ્ક્વેયર એક્ટિવિસ્ટ લૂ જિંઘુઆને પણ 28 એપ્રિલના રોજ ધર્મશાલામાં યોજાઇ રહેલી કોન્ફ્રંસમાં ભાગ લેવાનો હતો, જેમાં ડોલ્કન ઇસા આવવાના હતા. મોદી સરકારે ચીનના દબાણ બાદ ઇસાના વીઝા રદ કરી દીધા હતા.

લૂ જિંઘુઆએ જણાવ્યું હતું કે તે ન્યૂયોર્કથી એર ઇન્ડીયાની ફ્લાઇટ દ્વારા ભારત આવવાની હતી, પરંતુ ફ્લાઇટમં બોર્ડ થતાં પહેલાં તેમને જણાવવામાં આવ્યું કે તેમના વીઝા રદ કરી દેવામાં આવ્યા છે. તેમણે કહ્યું કે એરપોર્ટ માટે નિકળતાં પહેલાં તેમને ઇ-મેલના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું કે તેમના વીઝા રદ કરી દેવામાં આવ્યા છે, જેની તેમણે પ્રિંટ આઉટ પણ લીધી હતી.

એક ખાનગી ચેનલ સાથે વાતચીત દરમિયાન ‘એરપોર્ટમાં એર ઇન્ડીયાના સ્ટાફે મને જણાવ્યું કે હં વિમાનમાં મુસાફરી નહી કરી શકું કારણ કે મારા વીઝા રદ કરી દેવામાં આવ્યા છે.’ તેમણે કહ્યું કે એર ઇન્ડીયા સ્ટાફે તેમને તેની પાછળનું કારણ બતાવવામાં આવ્યું નથી.’

તમને જણાવી દઇએ કે લૂ અમેરિકન નાગરિક છે અને ડોલ્કન ઇસા જર્મનીના નાગરિક છે. તેમને હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં 28 એપ્રિલથી 1 મે સુધી યોજાનારી કોન્ફ્રંસમાં ભાગ લેવાનો હતો પરંતુ ચેનના દબાણમાં ભારત સરકારે તેમના વીઝા રદ કરી દીધા. આ કોન્ફ્રસ અમેરિકાના ‘સિટિઝન પાવર ફોર ચાઇના’ દ્વારા કરવામાં આવી રહી છે. તેના ચીફ યાંગ જિયાનલી છે. જે 1989માં થિયાનમેન સ્ક્વેયર પર થયેલા પ્રોટેસ્ટમાં સામેલ હતા.

You might also like