ભારતીય મુળની કહકશાને નોબેલ શાંતિપુરસ્કાર થયો એનાયત

હેગ : ભારતીય મુળની 16 વર્ષીય કહકશા બસુને આ વર્ષનું આંતરરાષ્ટ્રીય બાલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યું છે. કહકશા સંયુક્ત અરબ અમીરાતમાં રહે છે. આ પુરસ્કાર માટે આંતરરાષ્ટ્રીય સ્તર પર રેકોર્ડ 120 નામ આવ્યા હતા. આ પુરસ્કાર તેમને પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ માટે સંધર્ષ કરવાનાં કારણે આપવામાં આવ્યું હતું.

ગલ્ફ ન્યુઝના અનુસાર શાળાની વિદ્યાર્થીની કહકશા બસુને નોબલ પુરસ્કારથી સન્માનિત મોહમ્મદ યૂનુસે હેગમાં શુક્રવારે આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કર્યું હતું. કહશાએ 8 વર્ષની ઉંમરમાં દુબઇ ખાતે પોડાના પાડોશમાં કચરાના રિસાઇકલિંગ માટે જાગૃતતા અભિયાન ચલાવ્યું હતું. તે મેજર ગ્રુપ ફોર ચિલ્ડ્રન એન્ડ યૂથ ઓફ ધ યુએન એન્વાયરનમેન્ટલ પ્રોગ્રામની અત્યાર સુધીની સૌથી ઓછી ઉંમરની વૈશ્વિક સમન્યવયક બનવા જઇ રહી છે.

કહકશાએ અલગ અલગ આંતરરાષ્ટ્રીય સંમેલનને સંબોધિત કર્યું છે અને તેનુ સંગઠન ગ્રીન હોપના 10 દેશોમાં સક્રીય છે. જેમાં 1000થી વદારે સ્વયંસેવકો છે. યૂનુસે કહ્યું કે આટલી ઓછી ઉંમરના વ્યક્તિત્વની આ મહાન ઉપલબ્ધી છે અને તેના મહત્વપુર્ણ સંદેશની સાથે જ તેનો વિસ્તાર પહેલાથી જ ઘણો વધારે છે.

You might also like