સ્વિસ બેન્કમાં ભારતીયોનું ધન 50 ટકા વધીને 7000 કરોડ થયું…

સ્વીસ નેશનલ બેન્ક (એસએનબી)ના રીપોર્ટે કાળા નાણાં પર રોક લગાવાના કેન્દ્ર સરકારના દાવા પર પ્રશ્નાર્થ ઉભો કરી દીધો છે. રિપોર્ટ મુજબ 2017માં સ્વિત્ઝરલેન્ડની બેન્કમાં ભારતીયો દ્વારા અંદાજે 7000 કરોડ રૂપિયા જમા કરાવામાં આવ્યા છે. જે 50 ટકા વધારે છે.

જો કે ગત ત્રણ વર્ષમાં ભારતીયો દ્વારા સ્વીસ બેન્કમાં નાણા જમા કરાવવામાં ઘટાડો જોવા મળ્યો છે. ભારતીયો દ્વારા સ્વીસ બેન્કમાં સીધા 99.9 કરોડ (અંદાજે 6,900 કરોડ) જ્યારે ફંડ મેનેજરો દ્વારા 1.62 કરોડ સ્વિસ ફ્રેન્ક (અંદાજે 112 કરોડ રૂપિયા) થયા છે.

કેન્દ્રની મોદી સરકાર દ્વારા કાળા નાણાં વિરુધ્ધ ચાલી રહેલા અભિયાન છતાં સ્વિસ બેન્કોમાં ભારતીયો દ્વારા નાણાં જમા કરવાનું પરેશાન કરનારી છે. ગ્રાહકોની સૂચનાની કોઇને જાણકારી આપતી ન હોવાથી દુનિયા ભરના લોકો કાળુ નાણું સ્વીસ બેન્કમાં રાખે છે.

2016માં સ્વિસ બેન્કમાં ભારતીયોના ધનમાં 45 ટકા ઘટાડો જોવા મળ્ય હતો. સૌથી વધા ઘટાડા બાદ અહીં 676 મિલિયન સ્વિસ બેન્ક (4,500 કરોડ રૂપિયા) જમા કરાવામાં આવ્યા હતા. 1987માં યુરોપિયન બેન્ક દ્વારા આંકડે સાર્વજનિક કરવાની શરૂઆત બાદથી આ સૌથી નિચેનો સ્તર હતો.

આમ સ્વિસ બેન્ક છેલ્લા 30 વર્ષથી આંકડા જાહેર કરે છે. તાજા આંકડા મુજબ સ્વિસ બેન્કોમાં જમા ભારતીય ધનમાં 3,200 કરોડ રૂપિયા કસ્ટમર ડિપોજીટ, 1050 રૂપિયા બીજી બેન્કો દ્વારા અને 2,640 કરોડ રૂપિયા અન્ય જામીનગીરી જેવા અન્ય સાધનો દ્વારા જમા કરવામાં આવ્યા. એસએનબી મુજબ 2017માં ભારતીય તરફથી નાણા જમા કરાવાવાની છેલ્લા 13 વર્ષની સૌથી વધુ ઝડપી વૃધ્ધિ છે.

You might also like