સ્વાતંત્ર્યદિને ભારતીય દળે જકાર્તાના સ્પોર્ટ્સ વિલેજમાં ત્રિરંગો ફરકાવ્યો

જાકર્તાઃ ભારતના ૭૨મા સ્વાતંત્ર્યદિન નિમિત્તે ભારતીય દળના સભ્યોએ ગઈ કાલે જાકર્તાના પાલેમબેંગ સ્પોર્ટ્સ વિલેજમાં ત્રિરંગો લહેરાવ્યો હતો. પાલેમબેંગમાં ભારતીય દળના ઉપપ્રમુખ બલબીરસિંહ કુશવાહાએ સાદા કાર્યક્રમમાં ભારતીય ત્રિરંગાને લહેરાવ્યો ત્યારે લગભગ ૨૫ એથ્લિટ હાજર હતા.

ધ્વજારોહણ કાર્યક્રમ દરમિયાન મોટા ભાગના શૂટર અને રોવરના ખેલાડી હાજર હતા. પાલેમબેંગમાં એશિયન ગેમ્સ ઇન્ટરનેશનલ રિલેશનશિપ એન્ડ પ્રોટોકોલર કો-ઓર્ડિનેટર યાસર અરાફતનો સમારોહના મુખ્ય અતિથિના રૂપમાં આમંત્રિત કરવામાં આવ્યા હતા.

આ ધ્વજારોહણ કાર્યક્રમમાં ખેલાડીઓ અને અધિકારીઓએ ભાગ લીધો હતો. હેન્ડબોલની ટીમ અગાઉથી જ સ્પોર્ટ્સ વિલેજ પહોંચી ચૂકી હતી. હોકી ટીમો ગઈ કાલે જાકર્તા પહોંચી, જ્યારે બોક્સરોનું દળ આજે સાંજ સુધીમાં અહીં પહોંચી જવાનું છે. ભારતીય પુરુષ હોકી ટીમના કેપ્ટન પીઆર શ્રીજેશે જાકર્તા પહોંચ્યા બાદ ટ્વિટ કર્યું, ‘બધાને સ્વાતંત્ર્યદિનની શુભેચ્છાઓ.’

You might also like