ભારતીય ફૂટબોલ ટીમ ૧૩ મહિનામાં ૧પ ઇન્ટરનેશનલ મેચ રમશે

મુંબઇ: ભારતીય રાષ્ટ્રીય ફૂટબોલ ટીમ ૧૩ મહિનાના સમયગાળામાં ૧પ આંતરરાષ્ટ્રીય મેચ રમશે. જેમાં આઠ મેચ હોમગ્રાઉન્ડ પર રમાશે. ‌અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ (એઆઇએફએફ)એ અા અંગેની જાહેરાત કરી હતી. એઆઇએફએફએ જણાવ્યું હતું કે એઆઇએફએફ અને તેની માર્કેટિંગ એસોસિએટસ ફૂટબોલ સ્પોર્ટસ લિમિટેડ (એફએસડીએલએ) માર્ચ ર૦૧૭થી ભારતીય ફૂટબોલ ટીમનો વા‌ર્ષિક કાર્યક્રમ શેર કર્યો છે. આ દરમિયાન ભારતે ૧પ મેચ રમવાની છે. જેમાં આઠ મેચ માર્ચ ર૦૧૭થી માર્ચ ર૦૧૮ સુધી ભારતમાં રમાશે.

તમામ આંતરરાષ્ટ્રીય મેચોનું સ્ટાર સ્પોર્ટસ અને તેના ડિજિટલ પ્લેટફોર્મ હોટસ્ટાર પર ‌જીવંત પ્રસારણ કરવામાં આવશે. ત્યાર બાદ સાત દિવસ પછી ભારતીય ટીમ ક્રિગ્રીસ્તાન વિરુદ્ધ બેંગલુરુમાં ર૦૧૯ એએફસી એશિયાઇ કવોલિફાયર મેચ રમશે. એઆઇએફએફએ જણાવ્યું હતું કે ત્યાર બાદ ઓગસ્ટમાં ચેમ્પિયન્સ કપ યોજાશે અને ટીમ એએફસી એશિયાઇ કપ કવોલિફાયરમાં ગ્રૂપની આખરી ટીમ મકાઉમાં પાંચ સપ્ટેમ્બરે મેચ રમશે. નેશનલ ટીમ ઓકટોબર ર૦૧૭થી નવેમ્બર ર૦૧૭ સુધી બે પ્રેક્ટિસ શિબિરમાં ભાગ લેશે. જયાં તે મકાઉ વિરુુદ્ધ એએફસી એશિયાઇ કપ કવોલિફાયરની ઘરેલુ મેચ પણ રમશે.
http://sambhaavnews.com/

You might also like