યોગીની સામે મોરેશિયસમાં રાષ્ટ્રીય ધ્વજનું અપમાન, મોરેશિયસે માફી માગી

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મોરેશિયસની મુલાકાતે ગયેલા છે. જો કે તેમની આ મુલાકાત દરમ્યાન મોરેશિયસમાં ભારતના રાષ્ટ્રધ્વજનું અપમાન કરવામાં આવ્યું છે. મુલાકાત વખતે યોગી આદિત્યનાથ આગંતુક પુસ્તિકા પર સહી કરવા માટે બેઠા ત્યારે ત્યાં જે રાષ્ટ્રીય ધ્વજ મૂકેલો હતો, તે ઉંધો લગાવેલો હતો.

મુખ્યમંત્રી યોગીએ પોતાના ટ્વિટર હેંડલ પરથી આ ફોટો શેર કર્યો હતો. ફોટો શેર થતાની સાથે જ વાયરલ થવા લાગ્યો અને યુઝર્સ દ્વારા સીએમ પર પ્રહારો કરવામાં આવ્યા હતા. જો કે ફોટો વાયરલ થતાં આ ફોટો યોગી આદિત્યનાથના ટ્વિટર હેંડલ પરથી હટાવવામાં આવ્યો હતો.

જો કે આ મામલે મોરેશિયસના સંસ્કૃતિ મંત્રાલયે પણ માફી માગી છે. મોરેશિયસના ટ્રસ્ટ ફંડના અધ્યક્ષ ધરમ યશે પોતાના નિવેદનમાં કહ્યું છેકે, ‘આ ઘટના માટે અમે ખેદ વ્યક્ત કર્યો છે. બાકીની તમામ જગ્યા પર ઝંડો સીધો લગાવવામાં આવ્યો છે, પરંતુ એક જ જગ્યાએ આ ફોટો ખોટો મૂકવામાં આવ્યો છે.’ જો કે યોગી આદિત્યનાથ કે તેમના કોઈ મંત્રીઓનું ધ્યાન આ રાષ્ટ્રીય ધ્વજ પર ગયું ન હતું.

You might also like