કેનેડામાં Amazon વેચે છે ભારતીય રાષ્ટ્રધ્વજનું પગલૂછણિયું, સુષમાએ આપી કડક ચેતવણી

નવી દિલ્લી: વિદેશ મંત્રી સુષમા સ્વરાજે કેનેડામાં એમેઝોનની વેબસાઇટ પર વેચાઈ રહેલા ભારતીય તિરંગાના સ્વરૂપના પગલુછણિયાનું વેચાણ રોકવા માટે અને કોઈ શરત વગર માફી માંગવા જણાવ્યું છે.

સુષમાએ એક ટ્વીટમાં કહ્યું કે એમેઝોન તિરંગાનું અપમાન કરતી તમામ ચીજવસ્તુઓ પોતાની વેબસાઇટ પરથી હટાવી દે. સુષમાએ ટ્વીટમાં કહ્યું કે જો આમ તાત્કાલિક ધોરણે નહિ કરવામાં આવે તો અમે કોઈ પણ એમેઝોન અધિકારીઓને વીઝા નહિ આપીએ. અને પહેલાથી મેળવેલા વિઝા પણ રદ્દ કરી દેવાશે.

જણાવી દઈએ કે અતુલ ભોબે નામના એક વ્યક્તિએ સુષ્માને આ વિશે જાણ કરી હતી કે કેનેડામાં એમેઝોન આવી રીતે તિરંગાનું અપમાન કરી રહ્યું છે. ત્યારે વિદેશ મંત્રીએ આ સંદર્ભે કડક ચેતવણી પાઠવી હતી અને વધુ કાર્યવાહી કરવા માટે આગ્રહ કર્યો હતો.

You might also like