કોલકાતા ટેસ્ટે: ભારતીય ફાસ્ટ બોલરો ઇડનમાં બોલિંગનો આનંદ ઉઠાવશે

કોલકાતાઃ ટીમ ઇન્ડિયાના ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરે કહ્યું છે કે ભારતના ફાસ્ટ બોલર ભુવનેશ્વરકુમાર અને મોહંમદ શમી પણ ઈડન ગાર્ડન્સની આ પીચ પર બોલિંગનો એટલો જ આનંદ ઉઠાવશે, જેટલો હાલ શ્રીલંકાના ફાસ્ટ બોલર ઉઠાવી રહ્યા છે.

ગઈ કાલે ટેસ્ટના બીજા દિવસની રમત પૂરી થયા બાદ તેમણે કહ્યું, ”સુરંગા લકમલ અને શ્રીલંકન ટીમના અન્ય બોલર્સને આ વિકેટ પર જેટલો સ્વિંગ અને મૂવમેન્ટ મળ્યા છે એ શાનદાર છે. અમને આશા છે કે સ્વિંગના સુલતાન ભુવનેશ્વરકુમાર અને મોહંમદ શામી પણ અહીં બોલિંગના પડકારની ભરપૂર મજા લેશે.

મેચના ત્રીજા દિવસે જો હવામાન ચોખ્ખું રહેશે તો વર્તમાન પરિસ્થિતિને જોતાં આ ટેસ્ટ મેચ ઘણી દિલચસ્પ બની રહેશે.” તેમણે ચેતેશ્વર પૂજારાની પ્રશંસા કરતાં કહ્યું, ”તે એવો બેટ્સમેન છે, જે દરેક પરિસ્થિતિમાં કેવી રીતે રમવું તે સારી રીતે જાણે છે.”

You might also like