જાણો… ઇઝરાયલ દેશ અંગેની ખાસ જાણકારી, PM મોદી લેશે મુલાકાત

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 4 જુલાઇથી ઇઝરાયલના પ્રવાસે જઇ રહ્યાં છે. ઇઝરાયલનો પ્રવાસ કરનાર નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન હશે. આ અવસર પર તમે જાણો ઇઝરાયલની ખાસ વિશેષ જાણકારી…..

– ઇઝરાયલનો યુધ્ધ કરવાનો અનુભવ ઘણો અલગ છે. આ દેશ વિષે કહેવામાં આવે છે કે તે ક્યારેય પોતાના દુશ્મનને ભુલતો નથી પરંતુ તેને તેના ઘરમાં જઇને મારે છે.

– ઇઝરાય વિસ્તારની દ્રષ્ટિએ ઘણો નાનો દેશ છે પરંતુ તે પોતાની સેનાને લઇને ઘણો સતર્ક રહે છે.

– ઇઝરાયલ પર કોઇપણ દેશને હુમલો કરવો આસાન નથી, કારણ કે તેની ચોતરફ બેલેસ્ટિક મિસાઇલ સિસ્ટમ કાર્યરત છે.

– ઇઝરાયલની છોકરીઓને પણ સૈનિક કાર્યક્રમમાં ફરજિયાત સામેલ થવુ પડે છે.

– ઇઝરાયલમાં ભણતા વિદ્યાર્થીઓએ પણ સૈનિક પ્રશિક્ષણમાં સામેલ થવુ પડે છે, કેમ કે જ્યારે દેશમાં કોઇપણ કટોકટી સમયે તેઓ સૈનિકો સાથે જોડાય શકે છે.

– આઇડીએફ એટલેકે ઇઝરાયલ ડિફેન્સ ફોર્સની દુનિયામાં સૌથી આધુનિક હથિયાર નિર્માતાઓમાં ગણતરી થાય છે. ઘણા બધા દેશો ઇઝરાયલ પાસેથી હથિયાર ખરીદે છે.

– ઇઝરાયલની રાષ્ટ્રીય સુરક્ષા એજન્સીનું નામ Mossad છે જે પોતાની ગુપ્ત કાર્યવાહીમાં ખુબ જાણીતું છે. મોસાદ માટે એમ કહેવામાં આવે છે તેણે પેનસિલ્વાનિયાના ન્યૂક્લિયર પદાર્થોની ચોરી કરી છે.

– ઇઝરાયલે સ્પેશિયલ કાર્યવાહી માટે 101 કમાન્ડો યુનિટ બનાવ્યું છે. જેને નોન સ્ટાન્ડર્ડ હથિયાર આપવામાં આવ્યા છે. તેને દેશની બહાર પણ કોઇપણ કાર્યવાહીને પૂર્ણ કરવું તેમજ ફરી પાછા આવવા માટે દરેક પ્રકારની સુવિધા આપે છે.

– ઇઝરાયેલની વાયુસેના ઘણી તાકાતવાર માનવામાં આવે છે.
http://sambhaavnews.com/

You might also like