અનુકૂળ માહોલે નવ ટકાના દરે આર્થિક વિકાસ જોવાયઃ નાણાપ્રધાન

નવી દિલ્હી: નાણાપ્રધાન અરુણ જેટલીએ મંદીના કારણે નિકાસમાં સુસ્તી જોવાવાનું કારણ દેતાં જણાવ્યું કે અનુકૂળ માહોલ મળે તો ભારતીય આર્થિક વિકાસ નવ ટકાના દરે વધવાની ક્ષમતા છે. નાણાપ્રધાને વર્લ્ડ ઇકોનોમી ફોરમમાં જણાવ્યું કે એ વાસ્તવિકતા છે કે ભારત દુનિયામાં સૌથી ઝડપી આર્થિક વિકાસ કરતો દેશ છે અને તેનાથી પણ વધુ સારું કરવાની આવશ્યકતા છે. અમારી નવ ટકાના દરે આર્થિક વિકાસ હાંસલ કરવાની ક્ષમતા છે.

શેરબજારમાં જોવા મળી રહેલી અફરાતફરીનો હવાલો આપતાં તેમણે વધુમાં કહ્યું કે વર્તમાન સમયમાં આ વધ-ઘટ એ એક ચેલેન્જ છે. ક્રૂડની કિંમતમાં આવેલા ઘટાડાનો પૂરેપૂરો લાભ ગ્રાહકો સુધી પહોંચવા ન દેવાના આરોપને ફગાવતાં તેમણે કહ્યું કે ખોટી જાણકારી આપતાં લોકો આ પ્રકારની ભ્રામક સૂચનાઓ આપી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે ક્રૂડની કિંમતમાં જોવા મળી રહેલા ઘટાડાથી સરકારી ખર્ચની કેટલીક યોજનાઓને પુનઃજીવિત કરવામાં આવી રહી છે.

You might also like