ઓનલાઈન બજાર ૨૦૦ અબજ ડોલરને પાર થઈ જશે

મુંબઇ: દેશમાં ઇ-કોમર્સનું બજાર રોકેટ ગતિએ ઝડપી સુધરી રહ્યું છે. બેન્ક ઓફ અમેરિકા અને મેરિલ લિન્ચના જણાવ્યા પ્રમાણે ભારતમાં ટેલિકોમ સેક્ટરમાં જે રીતે સુધાર થઇ રહ્યો છે અને આવનારા દિવસોમાં ૪-જી લોન્ચિંગ થવા જઇ રહ્યું છે ત્યારે બદલાતા સમયને કારણે દેશમાં ઇ-કોમર્સનો વેપાર વધવાની પ્રબળ સંભાવનાઓ વધી રહી છે અને તેને કારણે ઓનલાઇન કારોબાર પણ ખૂબ જ ઝડપથી વધી શકે છે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે વર્ષ ૨૦૨૫ સુધીમાં ઓનલાઇન ખરીદદારોની સંખ્યા વધીને ૫૩ કરોડને પાર થઇ જશે. તેઓના કહેવા પ્રમાણે હાલ બજારમાં બિલાડીના ટોપની માફક ઇ-કોમર્સ કંપનીઓ ફૂટી નીકળી છે ત્યારે ફ્લિપકાર્ટ, એમેઝોન અને સ્નેપડીલ જેવી ઇ-કોમર્સ કંપનીઓનો સ્થાનિક બજારમાં દબદબો કાયમ રહેશે.

You might also like