IS ના બંધકમાંથી મુક્ત થયા ભારતીય ડોક્ટર, PM મોદીનો માન્યો આભાર

નવી દિલ્હી: આતંકી સંગઠન આઇએસ દ્વારા અપહરણ કરાયેલા ભારતીય ડોક્ટર રામમૂર્તિને આઇએસના કબ્જામાંથી મુક્ત કરવામાં આવ્યા છે. રામમૂર્તિને બે વર્ષ પહેલા લીબિયાથી આઇએસઆઇએસ દ્વારા અપહરણ કરવામાં આવ્યા હતા. આંઘ્રપ્રદેશના રહેવાસી રામમૂર્તિના છૂ્ટ્યા બાદ પોતાની આપબીતી સંભળાવતા કહ્યું કે, ‘આઇએસના આતંકીઓને ભારત માટે બધું જ સારી રીતે ખબર છે અને એ લોકા ખૂબ જ ભણેલા પણ છે. આતંકીઓએ ઘણી વખત એમની સર્જરી અને ઓપરેશન કરાવવા માટે પ્રયત્નો કર્યા પરંતુ એમણે કોઇ દિવસ એવું કર્યું નહીં. ‘

ડો. રામમૂર્તિએ અજીત ડોભાલ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અન્ય અધિકારીઓનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે મારી આપવીતી હું ભુલી શકુ તેમ નથી. જો હું ડોક્ટર ન હોત તો મને ક્યારનો મારી નાંખવામાં આવ્યો હોત. એ લોકો અમને મારતા ન હતા પરંતુ ગાળનો વરસાદ વરસાવતા હતા. આઇએસના સભ્યોએ અમને ઇસ્લામ અને પોતાના નિયમો અને કાયદા માટે જણાવ્યું.

You might also like